Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : SOG પોલીસે ૨૪.૪૭ લાખનો ગાંજાનો જથ્થો ઝડપ્યો, 1 ની ધરપકડ

સુરત જિલ્લાના કામરેજ સ્થિત નવી પારડી ગામની સીમમાં બગીચામાં સંતાડવામાં આવેલો ૨૪.૪૭ લાખનો ગાંજાનો જથ્થો સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે પારડી ગામની ...
surat   sog પોલીસે ૨૪ ૪૭ લાખનો ગાંજાનો જથ્થો ઝડપ્યો  1 ની ધરપકડ

સુરત જિલ્લાના કામરેજ સ્થિત નવી પારડી ગામની સીમમાં બગીચામાં સંતાડવામાં આવેલો ૨૪.૪૭ લાખનો ગાંજાનો જથ્થો સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Image preview

પારડી ગામની  સીમા માંથી ગાંજાનો  જથ્થો મળ્યો 

Advertisement

સુરત ગ્રામ્ય એસઓજી પોલીસને માહિતી મળી હતી કે નવી પારડી ગામની સીમમાં આવેલા થારોલી ફળીયામાં રહેતા ભાવેશ મકવાણા નામના ઇસમેં તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં આવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગાંજાનો જથ્થો રહેલો છે. માહિતીના આધારે પોલીસે અહી દરોડો પાડી તપાસ કરતા ૨૪ લાખ ૪૭ હજાર અને ૪૦૦ રૂપિયાની કિમતનો ૨૪૪.૭૪૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આ ઘટનામાં ભાવેશ ભૂપતભાઈ મકવાણાની ધરપકડ કરી હતી તેમજ બે મોબાઈલ અને ગાંજાનો જથ્થો મળી કુલ ૨૪.૫૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો

Image preview

Advertisement

પોલીસે આ ઘટનામાં શું  કહ્યું 

પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલો ઇસમ ભાવેશ છૂટકમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરતો હતો જેથી તે સુરતના કાલુ નામના ઇસમ પાસેથી પણ ગાંજાનો જથ્થો ખરીદતો હતો અને આરોપી ભાવેશ અને કાલુ તથા કાલુના માણસે મળી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મંગાવી આરોપી ભાવેશે તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં ગાય ભેસના ગમાણની પાછળ બનાવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કર્યો હતો જેમાંથી તેઓ બંને છૂટક તથા જથ્થા બંધ વેચાણ કરવામાં આવતા હતા. વધુમાં પોલીસે આ ઘટનામાં કાલુ તથા તેના માણસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ -ઉદય જાદવ ,સુરત 

આપણ  વાંચો -પોરબંદરના સુદામાપુરીમાં તોફાની બન્યો દરિયો, ૮ થી ૧૦ ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં

Tags :
Advertisement

.