Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત ગ્રામ્ય SOG પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની કરી ધરપકડ

અહેવાલ -ઉદય જાદવ ,સુરત    સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ગાંજાના જત્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, પોલીસે 80,250  રૂપિયાની કિમતનો 8.25  ગ્રામ ગાંજાનો જત્થો તેમજ એક બાઈક મળી કુલ 1.12  લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ મહિલા સહીત બે...
સુરત ગ્રામ્ય sog પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની કરી  ધરપકડ

અહેવાલ -ઉદય જાદવ ,સુરત 

Advertisement

સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ગાંજાના જત્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, પોલીસે 80,250  રૂપિયાની કિમતનો 8.25  ગ્રામ ગાંજાનો જત્થો તેમજ એક બાઈક મળી કુલ 1.12  લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ મહિલા સહીત બે લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

ધર્મનંદન ટાઉનશીપમાં એક ઘરમાં દરોડો પાડ્યો

સુરત ગ્રામ્ય એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ઓલપાડ તાલુકાના સાયણગામની સીમમાં આવેલા ધર્મનંદન ટાઉનશીપમાં એક ઘરમાં દરોડો પાડ્યો હતો અહીંથી પોલીસે આરોપી રણજીતભાઈ માણકુભાઈ વાળા [ઉ.૩૧] ની ધરપકડ કરી હતી, પોલીસે આરોપી પાસેથી 80,250 રૂપિયાની કિમતનો 8.25 ગ્રામ ગાંજાનો જત્થો, 10 હજારની કિમતનો મોબાઈલ, એક બાઈક મળી કુલ 1,12  લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો,

Advertisement

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી તથા તેની પત્ની ગીતા ઉર્ફે જેતુન અમરેલી જિલ્લાના રાજુલા ખાતે છુટકમાં ગાંજાનો વેપલો કરતા હોય તેઓ બંને અવાર નવાર સુરતના ઓલપાડ તાલુકાના ફૂડસદ ગમે આવેલા રેલ્વે પટરી પાસેથી ઓરિસ્સા વાસી રાજભાઈ પાસેથી ગાંજાનો જત્થો લઇ જતા હતા અને તેઓ અમરેલીથી વહેલી સવારે સુરત આવી ગાંજાનો જત્થો ખરીદી રાતે વાહન મળે ત્યાં સુધી રોકાવા માટે સાયણ ગામે ધર્મનંદન ટાઉનશીપમાં મકાન ભાડે રાખ્યું હતું અને ફૂડસદથી ગાંજાનો જત્થો ખરીદી વાહનમાં બેસી રાજુલા ખાતે તે ગાંજાનું છૂટક વેચાણ કરતા હતા આ ઘટનામાં પોલીસે આરોપીની પત્ની ગીતા ઉર્ફે જેતુન અને રાજભાઈ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ  પણ  વાંચો -RAJKOT : સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો

Tags :
Advertisement

.