Surat : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની તવાઇ
Surat CITY : સુરત (Surat CITY ) શહેર ખાણીપીણી માટે જાણીતું છે પરંતુ ભેળસેળમાં પણ સુરતની સરખામણી કોઈ નહીં કરી શકે. સુરત (Surat) માં જેમ વસ્તી વધે છે તેમ ખાણી પીણીના શોખીન લોકોની ચટાકાની ડિમાન્ડમાં પણ વધારો થયો છે તેવામાં લોકોના સારા સ્વાસ્થ્ય માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાણી પીણીની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લેવામાં આવે છે સાથે જ કેટલીક ડીમાંન્ડ ઉપર લાઇસન્સ પણ ઈસ્યુ કરવામાં આવે છે. આ સાથે જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા લોકો સામે મનપાના આરોગ્ય વિભાગે સખતાઇ અપનાવતા ૩૧.૬૪ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ગુણવત્તાની દૃષ્ટિએ ૪૪૫ જેટલા નમૂના નાપાસ
સુરત મહાનગરપાલિકા દ્વારા ગત ૩ વર્ષ ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે,સાથે જ મનપા ધ્વારા લેવાયેલા સેમ્પલ ફેલ જતા કકડ કાર્યવાહી કરાતા વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે.આ અંગે મહાનગપાલિકા અધિકારી શાહિદ હુસેન હરાદવાલા.એ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં સુરત મનપા દ્વારા ખાદ્ય સામગ્રી વેચાણના ૭૩૦૪ જેટલા લાઇસન્સ ઇશ્યૂ કરાયા છે,આ સાથે જ ૭૪૭૪ ફૂડ સેમ્પલ લેવાયા હતા જે પૈકી ગુણવત્તાની દૃષ્ટિએ ૪૪૫ જેટલા નમૂના નાપાસ થતા મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.સુરતમાં ખાદ્યસામગ્રીનું વેચાણ કરતી લારી, દુકાનો,અને સંસ્થાઓની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. શહેરના નવા વિસ્તારો ઉમેરાવાની સાથે જ વિવિધ ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી દુકાનોમાં પણ વધારો થયો છે.
૩૧.૬૪ લાખનો દંડ કરાયો
સુરત મહાનગપાલિકાના ચોપડે નોંધાયેલા વર્ષ અને આંકડા પ્રમાણે ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ સાથે ૨૪માં ખાદ્યપદાર્થ વેચવા માટે કુલ ૭૪૭૪ લાઇસન્સ અપાયા હોવાનું નોંધાયું છે.તે પૈકી ૨૦૨૩-૨૪માં અધધધ્ધ ૨૭૦૩ લાઈસન્સ ઈશ્યૂ કરવામાં આવ્યા છે.અને ૨૦૨૧ના વર્ષમાં ૨૨૩૩ અને ૨૦૨૨માં ૨૩૨૮ લાઈસન્સ અપાયા છે.ફૂડ ઇન્સ્પેક્શન વિભાગે ત્રણ વર્ષમાં ૭૪૭૪ સેમ્પલ લીધા હતા અને તે પૈકી ૪૪૫ નાપાસ થયા હતા. ત્રણ વર્ષમાં ક્રમશઃ ૯૩, ૧૫૪ અને ૧૯૮ સેમ્પલ નાપાસ થયા જેમાં મસ્ત મોટો ૩૧.૬૪ લાખ નો દંડ થતા ફફડાટ ફેલાયો છે.
કડક કાર્યવાહી
સુરતમાં આડે દિવસે ઝાડા ઉલટીના કેસ સામે આવે છે વ્યવહારિક છે કે ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ થવાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે જેને લઈ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ હવે વિક્ર્તાઓ પર બાજ નજર રાખતું થઈ ગયું છે. જે કોઈપણ સ્થળે કોઈપણ લાયસન્સ વાળી દુકાન હોય અથવા લારી ગલ્લો જો કોઈના સ્થળે આરોગ્ય સાથે ચેડાં થતા હોય તો તેવા વિક્રેતાને પકડી પાડી કડક કાર્યવાહી કરવામાં પણ સુરત મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર અચકાતું નથી ,જેને ધ્યાને લઇ હાલ નમુનાઓ ફેલ જતા વિક્રેતાઓમાં પણ ફફડાટ ફેલાયો છે..
આ પણ વાંચો----PM મોદી દ્વારકા દરિયામાં પૌરાણિક નગરીના દર્શન કરે તેવી શક્યતાઓ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ----રાબિયા સાલેહ સુરત