Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતા ગ્રૂપનાં 12 સ્થળો પર IT ના દરોડા, કરચોરી કરનારાઓમાં ફફડાટ!

સુરતમાં (Surat) ગઈકાલે આવકવેરા વિભાગે (IT) મોટી કાર્યવાહી કરી હતી અને ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપના 5 સ્થળે દરોડા પાડ્યા હતા. ત્યારે હવે આવકવેરા વિભાગે આગળની કાર્યવાહી કરી ઐશ્વર્યા ગ્રૂપના (Aishwarya Group) કુલ 12 સ્થળે દરોડાની કામગીરી હાથ ધરી છે....
surat   ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતા ગ્રૂપનાં 12 સ્થળો પર it ના દરોડા  કરચોરી કરનારાઓમાં ફફડાટ
Advertisement

સુરતમાં (Surat) ગઈકાલે આવકવેરા વિભાગે (IT) મોટી કાર્યવાહી કરી હતી અને ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપના 5 સ્થળે દરોડા પાડ્યા હતા. ત્યારે હવે આવકવેરા વિભાગે આગળની કાર્યવાહી કરી ઐશ્વર્યા ગ્રૂપના (Aishwarya Group) કુલ 12 સ્થળે દરોડાની કામગીરી હાથ ધરી છે. 100 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, અત્યાર સુધી અંદાજે 500 કરોડના હિસાબી ગોટાળા મળી આવ્યા છે. સાથે જ મસમોટી રોકડ, 5 બેંક લોકર્સ અને કરોડોના કિંમતી દાગીના કબજે કરવામાં આવ્યા છે. આ મામલે આઈટી વિભાગ (IT department) દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

ગઈકાલે પાંચ સ્થળે દરોડા પાડ્યા હતા

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પૂર્ણ થતા જ સુરતમાં આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે અને મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે સુરતમાં (Surat) ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્વર્યા ગ્રૂપના 5 સ્થળે દરોડા પાડ્યા હતા. 40 થી વધુ અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ લગભગ એક સાથે જ 5 જગ્યાએ આ દરોડા પાડ્યા હતા અને આર્થિક નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. ત્યારે, હવે એવી માહિતી મળી છે કે અત્યાર સુધી ઐશ્વર્યા ગ્રૂપના (Aishwarya Group) 12 સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગના 100 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમે આ કાર્યવાહી કરી છે. આવકવેરાના એક્શનથી કરચોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Advertisement

એશ્વર્યા ગ્રૂપની કુલ 8 કંપનીઓ પર કાર્યવાહી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અત્યાર સુધી આવકવેરા વિભાગે (Income Tax department) અંદાજે 500 કરોડના હિસાબી ગોટાળા મળ્યા છે. સાથે કરોડોની રોકડ, દાગીના અને 5 બેંક લોકર્સ પણ કબજે કર્યા છે. એશ્વર્યા ગ્રૂપની કુલ 8 કંપનીઓ પર આ કાર્યવાહી કરવામાં આવી છે, જે હાલ પણ ચાલી રહી છે. માહિતી મુજબ ઐશ્વર્યા ગ્રૂપની સાથે સાથે સુરતના ડુમ્મસ રોડ પર એક કોલસાના ધંધાર્થીને ત્યાં પણ આઈટીએ તવાઈ બોલાવી હતી. કોલ બિઝનેસ ગ્રૂપ (Coal Business Group) સાથે સંકળાયેલા મોરબીના (Morbi) સીરામિક પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આઈટી વિભાગના સૂત્રો અનુસાર, મોટાપાયે બેનામી વ્યવહારોની થયા હોવાની માહિતી છે અને તેને લઈને જ આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - IT Raid : ચૂંટણી પૂર્ણ થતાં જ આવક વેરા વિભાગ એક્શનમાં, સુરતમાં 5 સ્થળો પર દરોડા

આ પણ વાંચો - Panchmahal : NEETની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ વ્યક્તિઓ સામે નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો - VADODARA : NEET પરીક્ષામાં ચોરી કૌભાંડમાં સામેલ પરશુરામ રોયની અટકાયત

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

હવે આ રાજ્યમાં નહીં ચાલો CNG રિક્ષા? સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય

featured-img
રાષ્ટ્રીય

Cat Virus : બિલાડીઓમાં ફેલાઇ રહ્યો છે ખતરનાક વાયરસ...આ રાજ્યમાં વધી ચિંતા

featured-img
Top News

Gandhinagar : વિપક્ષે સરકાર પર કર્યા પ્રહાર, કોર્ટમાંથી ફાઈલ ગુમ થવા મામલે ધારાસભ્ય-મંત્રી આમને સામને

featured-img
ગાંધીનગર

MLA Kumar Kanani : BJP ધારાસભ્ય કુમાર કાનાણીના ગૃહમાં આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ!

featured-img
ગુજરાત

Gujarat : વહીવટમાં ઝડપી ગતિશીલ અને પારદર્શી કાર્યસંસ્કૃતિનું વધુ એક ઉદાહરણ

featured-img
બિઝનેસ

ATM Fee :1 મેથી ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા! લાગશે આટલો ટેક્સ

Trending News

.

×