Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરચોરી મામલે IT વિભાગ એક્શનમાં, બોગસ ડોનેશન આપનારાને નોટીસ

IT વિભાગ દ્વારા બોગસ ડોનેશન અને ટેક્સ કૌભંડ મામલે અમદાવાદ સહિત રાજ્યભરમાં પાડવામાં આવેલા દરોડાથી ખળભળાટ મચ્યો છે. જેમાં IT વિભાગને રાજકીય પાર્ટીઓ પાસેથી 4000 કરોડના ડોનેશનના હિસાબો મળી આવતા સમગ્ર બોગસ ડોનેશન કૌભાંડ બહાર આવ્યું હતું. જેને લઈને IT...
કરચોરી મામલે it વિભાગ એક્શનમાં  બોગસ ડોનેશન આપનારાને નોટીસ

IT વિભાગ દ્વારા બોગસ ડોનેશન અને ટેક્સ કૌભંડ મામલે અમદાવાદ સહિત રાજ્યભરમાં પાડવામાં આવેલા દરોડાથી ખળભળાટ મચ્યો છે. જેમાં IT વિભાગને રાજકીય પાર્ટીઓ પાસેથી 4000 કરોડના ડોનેશનના હિસાબો મળી આવતા સમગ્ર બોગસ ડોનેશન કૌભાંડ બહાર આવ્યું હતું. જેને લઈને IT વિભાગ આકરી કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે આજરોજ રાજકીય પક્ષોને બોગસ ડોનેશન આપનારા 4000 કરોડનો ટેક્સ ચોરી કરનાર કરદાતાઓને IT વિભાગે નોટિસ પાઠવી છે.

Advertisement

ચેકથી દાન આપી રોકડ પૈસા પરત લેવાનું કૌભાંડ
આ અંગેની તપાસમાં રાજકીય પક્ષોને ડોનેશન આપી કરચોરી થતી હોવાનો પણ ખુલાસો થયો છે. રાજકીય પક્ષોને ચેકથી દાન આપી રોકડમાં પૈસા પરત લેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં રાજ્ય અને રાજ્ય બહારના એજન્ટોની પણ સંડોવણી સામે આવી છે. હાલ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોકડ તેમજ ચેકથી થયેલા વ્યવહારોની તપાસ ચાલી રહી છે.

કઈ-કઈ રાજકીય પાર્ટી સાથે થયા બોગસ ડોનેશનના વ્યવહાર
IT વિભાગે કરેલી તપાસ કાર્યવાહીમાં અંદાજિત 23 જેટલા રાજકીય પક્ષોને બોગસ ડોનેશન આપ્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાં ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, રાષ્ટ્રવાદી જનતારાજ પાર્ટી, નવસર્જન ભારત પાર્ટી, જનતાવાદી કોંગ્રેસ પાર્ટી, સત્તા કલ્યાણ પાર્ટી, ભારતીય જન ક્રાંતિ દળ, અપના દેશ પાર્ટી, રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી, સરદાર વલ્લભભાઈ પાર્ટી, લોકકલ્યાણ પાર્ટી, રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી, જનસંઘર્ષ વિરાટ પાર્ટી, યુવા જન જાગૃતિ પાર્ટી, સૌરાષ્ટ્ર જનતાપ્રકાશ, મધરલેન્ડ નેશનલ પાર્ટી, લોકતંત્ર જાગૃત પાર્ટી, ભારતીય કિસાન પરિવર્તન પાર્ટી, રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી, લોકશાહી સત્તા પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, ઈન્ડિયન સ્વર્ણ સમાજ પાર્ટી, જન મન પાર્ટી, ગુજરાત જનતા પંચાયત પાર્ટીનો સમાવેશ થાય છે. ત્યારે આ 23 રાજકીય પાર્ટીઓને ઈન્કમ ટેક્સ વિભાગે કડક કાર્યવાહીના ભાગરૂપે સાગમટે નોટિસ ફટકારી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 8 મહિનાની બોગસ ડોનેશન અને ટેક્સ કૌભાંડ મામલે ઇન્કમટેક્સ વિભાગ તપાસ કાર્યવાહી કરી રહ્યું છે. અમદાવાદમાં 96 સ્થળોએ પાડેલા દરોડામાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં આજરોજ 23 પાર્ટીઓને નોટિસ ફટકારાઈ છે. મહત્વનું છે કે, ઇન્કમટેક્સ વિભાગ હજી પણ આ મામલે રોકડ તેમજ ચેકથી થયેલા વ્યવહારોની વધુ તપાસ કાર્યવાહી કરી રહી છે.  ત્યારે હવે આ કરચોરી કૌભાંડમાં કોના કોના નામ સામે આવે છે તે તો આગળની તપાસ કાર્યવાહીમાં જ માલૂમ પડશે.

આ પણ  વાંચો- ભરૂચ: પરિણીતાની હત્યાની આશંકાએ PM માટે કબરમાંથી લાશ કાઢી

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.