Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો, કોર્ટે સંભળાવી 21 વર્ષ અને 3 માસની સજા

રાજ્યભરમાં બહુચર્ચિત બનેલા વર્ષ 2015ના જ્વેલર્સ પર ફાયરિંગ કરી ખંડણી માંગવાનો કેસમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે વિશાલ ગોસ્વામીને 21 વર્ષ અને 3 માસની સજા ફટકારી છે. જણાવી દઇએ કે, અલગ-અલગ 51 ગુનામાં...
ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો  કોર્ટે સંભળાવી 21 વર્ષ અને 3 માસની સજા

રાજ્યભરમાં બહુચર્ચિત બનેલા વર્ષ 2015ના જ્વેલર્સ પર ફાયરિંગ કરી ખંડણી માંગવાનો કેસમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે વિશાલ ગોસ્વામીને 21 વર્ષ અને 3 માસની સજા ફટકારી છે. જણાવી દઇએ કે, અલગ-અલગ 51 ગુનામાં વિશાલ ગોસ્વામીને સજા ફટકારવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. આ કેસમાં 50 જેટલા સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવ્યા છે.

Advertisement

વિશાલને 21 વર્ષ સુધી રહેવું પડશે જેલમાં

વર્ષ 2015નાં હત્યા અને ખંડણીના કેસમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને અમદાવાદ સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. કોર્ટે સજામાં જણાવ્યું છે કે, એક સજા પૂર્ણ થયે બીજી સજા શરૂ થશે જે પ્રમાણે તેને 21 વર્ષ સુધી જેલમાં જ રહેવું પડશે. વર્ષ 2015માં શહેરના જવેલર્સ પર હત્યાનો પ્રયાસ અને ખંડણીનો તેના પર આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. મહત્વનું છે કે વિશાલ ગોસ્વામી સામે અમદાવાદમાં ત્રણ હત્યા અને અન્ય રાજ્ય સહિત કુલ 13 હત્યાના કેસ નોંધાયેલા છે. અન્ય ગુનાઓ મળી વિશાલ સામે કુલ 51 ગુના દાખલ છે. તે સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો અને જ્વેલર્સ પાસેથી ખંડણીઓ વસુલ કરતો હતો. અમદાવાદમાં જવેલર્સમાં વિશાલ ગોસ્વામીનો ખૂબ જ ખોફ હતો.

Advertisement

શું છે સમગ્ર મામલો

અમદાવાદના સેટેલાઈટ (Ahmedabad Satellite) વિસ્તારમાં C M Zaveri નામથી જવેલર્સનો શો રૂમ ધરાવતા મહેશભાઈ રાણપરાને 12 મે 2014ના રોજ લેન્ડલાઈન નંબર પર એક ફોન આવે છે. ફોન કરનારો શખ્સ ‘મેં વિશાલ ગોસ્વામી બોલ રહા હું ઔર પ્રોટકેશન મની 50 લાખ ભીજવા દો’ કહીને ગાળો બોલવા લાગે છે. ગેંગસ્ટર વિશાલ શહેરના અનેક જવેલર્સ પાસેથી ખંડણી ઉઘરાવી ચૂક્યો હોવાની વાતથી જાણકાર મહેશભાઈ ડરી જતાં ફોન કરી દે છે. બીજા દિવસે ફરીથી વિશાલ ફોન કરીને ‘પ્રકાશ સોની કા જો હાલ હુઆ થા વો હાલ તુમ્હારા કરુંગા’ કહેતા મહેશભાઈ હલ્લો, હલ્લો બોલે છે. મહેશભાઈ ‘યહ સ્ટેશનરી કી દુકાન હૈ, આપ કો કોન સી સ્ટેશનરી ચાહીએ’ તેમ કહેતા વિશાલ ‘AK 47 કી ગોલીંયા બહોત હૈ હમારે પાસ’ તેમ કહીને ફોન કટ કરી નાંખે છે. નવેક મહિના બાદ 5 માર્ચ 2015ના રોજ ફરી લેન્ડલાઈન પર એક ફોન આવે છે અને ‘વિશાલ ગોસ્વામી બોલ રહા હું’ તેમ કહેતા મહેશભાઈ ફોનની લાઈન કાપી નાંખે છે.

Advertisement

છ દિવસ બાદ 11 માર્ચના રોજ મહેશભાઈ રાતે શો-રૂમ બંધ કરીને આંબાવાડી તુલસીબાગ સોસાયટી ખાતેના પોતાના મકાને કાર લઈને પહોંચે છે. રાત્રિના સવા નવેક વાગે તેઓ કારમાંથી બેગ લેતા હતા તે સમયે ફાયરિંગના બે અવાજ થાય છે, પરંતુ તેમને ટાયર ફાટ્યું હોય તેવો અહેસાસ થાય છે. દરમિયાનમાં એક બાઈક પર બે શખ્સ તેમની પાસેથી પસાર થાય છે અને હથિયાર તાકીને બે રાઉન્ડ ફાયરિંગ કરે છે. જેથી મહેશભાઈ ડરીને ઘરમાં પ્રવેશી જાય છે. એક દિવસ બાદ 13 માર્ચના રોજ બપોરે ફોન આવે છે ‘વિશાલ ગોસ્વામી શેઠ સે બાત કરવાઓ’ મહેશભાઈ કહે છે કે, ‘શેઠ નહીં હૈ’ તો વિશાલ કહે છે ‘દો દિન પહેલે જો ફાયરિંગ હુઆ હૈ, પતા હૈ ને. ઈસ બાર બચ ગયે હો. અગલીબાર નહીં બચોગે’ અને આજ દિવસે ભાનુ જવેલર્સ (Bhanu Jewellers) ના માલિક પર ફાયરિંગ થાય છે.

આ પણ વાંચો – PM મોદીનું ભારતીય સમુદાયને આઈકોનિક લા સીન મ્યુઝિકલ ખાતે સંબોધન

આ પણ વાંચો – PM Modi UAE Visit: PM મોદી ફ્રાંસની મુલાકાત પૂરી કરીને UAE જવા રવાના, આજે રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.