Rajkot: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, આર્કિટેક નીરવ વરૂ ઓફિસ છોડી ફરાર
Rajkot: રાજકોટ અગ્નિકાંડ મામલે અત્યારે અનેક વિગતો સામે આવી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના આદેશ પ્રમાણે અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી રહીં છે. નોંધનીય છે કે, રાજકોટ (Rajkot) TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી જાણકારી પ્રમાણે આર્કિટેક નીરવ વરૂ ઓફિસ છોડીને ફરાર થઈ ગયો છે. એટલું જ નહીં પરંતુ ફરાર આરોપી નીરવ વરૂઓ તેનો ફોન પણ બંધ કરી દીધો છે. નોંધનીય છે કે, ભાજપના નગર સેવકે નીરવ વરૂને ભલામણ કરી હતી.
પ્રકાશ હિરણની ભલામણના આધારે આગળ કરી હતી ભલામણ
તમને જણાવી દઇએ કે, ભાજપના નગર સેવક નિતીન રામાણીએ ભલામણ કરી હોવાની વિગતો સામે આવી હતી. આ સાથે પ્રકાશ હિરણની ભલામણના આધારે આગળ ભલામણ કરી હતી. તમને જણાવી દઈએ કે, ઇમ્પેક્ટ ફી ભરી Rajkot TRP ગેમ ઝોનને કાયદેસર કરવા ભલામણ કરી હતી. નોંધનીય છે કે, અત્યારે રાજકોટ અગ્નિકાંડ મામલે ઘણી વિગતો સામે આવી રહીં છે.
અગ્નિકાંડના પાપીઓના કાળા કારનામા અંગે પણ થયો પર્દાફાશ
નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા નિર્દોષ લોકોની ચિસો હજી પણ આપણાં કાને સંભળાઈ રહીં છે. અત્યારે પણ રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ (Rajkot) અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં પરંતુ અગ્નિકાંડના પાપીઓના કાળા કારનામા અંગે પણ પર્દાફાશ થયો છે. તમને જણાવી દઇએ કે, રાડકોટ અગ્નિકાંડ મામલે TPO મનસુખ સાગઠીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે મનસુખ સાગઠિયા જ અનેક કાળા કામનો મુખ્ય ચહેરો છે. જાણકારી પ્રમાણે મનસુખ સાગઠીયા પર વર્ષોથી ગોરખધંધા ચલાવવાનો આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે, આ ઘટના બન્યા બાદ અત્યારે રાજ્યભરમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.