Rain Science : આ વર્ષે મેઘરાજા મોર પર બેસીને પધારશે..
Rain Science : વરસાદને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ (Rain Science) માં આગાહીકારોએ ગુજરાતીઓને ઠંડક આપે અને જગતનો તાત ખુશ થાય તેવા સમાચાર આપ્યા છે. આગાહીકારોના મતે આગામી ચોમાસું 16 આની રહેશે.
જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન
જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતભરના 60થી વધુ આગાહીકારો હાજર રહ્યા હતા. તમામ આગાહીકારોના મતે આગામી ચોમાસુ 16 આની રહેશે. આગાહીકારોના મતે ગુજરાતમાં 55 થી 60 ઈંચ વરસાદ રહે તેવું પુર્વાનુમાન કર્યું છે. આગાહીકારોએ કહ્યું કે
એકંદરે આગામી ચોમાસુ સારુ રહેશે.
આ ચોમાસું રહેશે 16 આની...!
સામાન્ય રીતે 16 આની વર્ષને પૂર્ણ વર્ષ કહેવામાં આવે છે. 12 આની વર્ષને મધ્યમ કહેવામાં આવે છે. પૂર્ણ વર્ષ હોવાથી 55થી 60 ઇંચ વરસાદ પડી શકે છે. નક્ષત્ર પ્રમાણે વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે. નક્ષત્રના વરતારા મુજબ આ વર્ષ 16 આની જશે .મેઘરાજા મોર પર બેસીને પધારશે. 21 જૂનની આસપાસ આદ્રા નક્ષત્ર બેસે ત્યારે ચોમાસું જામે છે. તેમજ વરુણ નામનો મેઘ છે. 8 જૂનથી 21જૂન સુધી સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં છે અને વાહન શિયાળનું છે ત્યારે વરસાદની શરૂઆત થાય.
નક્ષત્રની શું અસર થશે
- 21 જૂનથી 5 જુલાઈ સૂર્ય આદ્રા નક્ષત્રમાં મોરનું વાહન પવન સાથે વરસાદ સારો પડે
- 5થી 19 જુલાઈ સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં વાહન હાથીનું વંટોળ, મધ્યમ વરસાદ રહે
- 19 જુલાઈથી 2 ઓગસ્ટ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં રહે, વાહન દેડકો બધે જ સારો વરસાદ થાય
- 2 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં રહે, વાહન ગદર્ભનું નહીંવત વરસાદ રહે.
- 16 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે, વાહન શિયાળનું સામાન્ય વરસાદ પડે પવન રહે
- 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વાહન ઉંદરનું, છૂટોછવાયો વરસાદ થાય
- 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વાહન હાથીનું, નદીઓમાં પૂર આવે
- 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સૂર્ય હસ્ત નક્ષત્ર વાહન મોરનું, વાવાઝોડા સાથે વરસાદ થાય
- 10 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સૂર્ય ચિત્રા નક્ષત્ર વાહન ભેંસનું, સારો વરસાદ થવાની શક્યતા
- 24 સપ્ટેમ્બરથી 6 નવેમ્બર સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં વાહન શિયાળનું ક્યાંક સામાન્ય વરસાદ થાય
આ પણ વાંચો----- Astrology : સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતાં જ આગના ગોળા વરસશે…
આ પણ વાંચો---- Gujarat: હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભીષણ ગરમી