Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Road show of PM Modi and President of UAE : દોસ્તીની શાનદાર મિસાલ, જેને જોઇ રહી છે દુનિયા

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) ની 10મી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાઈ રહી છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (Gateway to the Future) છે. આ વર્ષે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર...
road show of pm modi and president of uae   દોસ્તીની શાનદાર મિસાલ  જેને જોઇ રહી છે દુનિયા

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) ની 10મી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાઈ રહી છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (Gateway to the Future) છે. આ વર્ષે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગુજરાત સમિટમાં હાજરી આપી છે. આ સમિટની પૂર્વ સંધ્યાએ PM મોદીએ ગુજરાતની જનતાને એક નવી ભેટ આપી છે. તેમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 (Vibrant Gujarat Global Trade Show 2024) નું ઉદ્ઘાટન કર્યું હતું. જણાવી દઇએ કે, આ એક પ્રદર્શની છે. તાજેતરમાં PM મોદી એક રોડ શો કરવાના છે.

Advertisement

સમાચારની લિંક જોવા માટે અહીં કરો ક્લિંક

Vibrant Gujarat 2024: અદભૂત રોડ શૉ, અદભૂત દોસ્તીની તસવીર, દોસ્તીની શાનદાર મિસાલ, જેને જોઇ રહી છે દુનિયા, વડાપ્રધાન મોદી અને UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનાા  રોડ શો દરમિયાન તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા...

Advertisement

દોસ્તીની શાનદાર મિસાલ, જેને જોઇ રહી છે દુનિયા

મોહમ્મદ બિન ઝાયેદનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી બંને નેતાઓનો રોડ શો ચાલી રહ્યો છે. લોકોના ટોળા હાથમાં ધ્વજ સાથે રસ્તાના કિનારે બંને નેતાઓનું સ્વાગત કરી રહ્યા છે. બંને નેતાઓના સ્વાગત માટે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. બિન ઝાયેદ અને PM મોદીનો આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી શરૂ થઈને ગાંધીનગરમાં પૂર્ણ થશે.

Advertisement

PM મોદી અને UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Mohammed bin Zayed Al Nahyan) અમદાવાદ એરપોર્ટથી રવાના થઇ ચુક્યા છે. થોડીવારમાં જ તેઓ એક રોડ શો કરશે. બંને દેશના વડાને જોવા માટે રસ્તા પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

India-UAE Relations: ભારત- UAEના સંબંધો કેમ મહત્વના?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAE ના રાષ્ટ્રપતિનો યોજાશે રોડ શો

UAE ના રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ આવી ગયા છે. જ્યાથી તેઓ PM મોદી સાથે ગાંધીનગર જવા માટે રવાને થશે. આ દરમિયાન અમદાવાદના એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAE ના રાષ્ટ્રપતિનો રોડ શો કરશે. આ દરમિાન વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરાવતા નૃત્ય રજૂ કરાશે. વળી આ બન્ને મહાનુભાવોને જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. ગાંધીનગર પહોંચ્યા બાદ હોટલ લીલામાં UAEના રાષ્ટ્રપતિ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં કેટલાક મહત્વના MOU થાય તેવી શક્યતા છે. બંને દેશોના વડા સાથે રાત્રિ ભોજન પણ લેશે. 9 વાગ્યે PM મોદી રાજભવન પરત આવશે. CM ભૂપેન્દ્ર પટેલ પણ મહાત્મા મંદિરમાં હાજર છે.

PM Modi અને UAEના રાષ્ટ્ર પ્રમુખના Road Show ને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો આતુરતાથી વડાપ્રધાન મોદીની રાહ જોઇ રહ્યા છે.

PM મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુખ્ય સમિટની પૂર્વ સંધ્યાએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 (Vibrant Gujarat Global Trade Show 2024) નું ઉદ્ઘાટન કર્યું હતું. અહીંના હેલિપેડ ગ્રાઉન્ડ એક્ઝિબિશન સેન્ટરના કેટલાક હોલમાં આ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શન 2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા વિસ્તારમાં ચાલી રહ્યું છે. આ શોમાં કુલ 20 દેશો ભાગ લઈ રહ્યા છે, જેનું ઉદ્ઘાટન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ પહેલા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન સમિટનું ઉદ્ઘાટન પણ કરશે.

રોડ શોમાં આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત

PM મોદી અને દુબઇના રાષ્ટ્રપતિના રોડ શો દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો ઉપસ્થિત છે. અલગ અલગ 10 ટીમો દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. બેભાન થવાના અથવા ચક્કર આવવાના કિસ્સાઓ સમયે મેડિકલ ટીમો સારવાર આપશે. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાઈ.

PM મોદીના રોડ શોની તૈયારીઓ પૂર્ણ

અમદાવાદમાં થોડીવારમાં જ PM મોદીનો રોડ શો યોજાવાનો છે. જેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષાની સમિક્ષા કરી છે. રોડ શો માટે ગાંધીનગરમાં કુલ 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં નર્મદા કેનાલ, શંખ મંદિર, ગ્રીનલેન્ડ એપ્રોચ પાસે સ્વાગત પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. તો ઓપ્યુલન્સ એપ્રોચ અને PDEU એપ્રોચ પાસે પણ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પોઈન્ટ બનાવ્યા છએ. તેમજ ગાંધીનગર લોકસભા બેઠકના ધારાસભ્યો સમર્થકો સાથે સ્વાગત પોઈન્ટ પર ઉભા રહેશે.

PM મોદીના આજના કાર્યક્રમો
  • 9 જાન્યુઆરીએ સવારે 9:30થી 1 વાગ્યા સુધી અન્ય રાષ્ટ્રાધ્યક્ષ સાથે ચર્ચા
  • સવારે 9:30 વાગ્યે તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત
  • સવારે 10:10 વાગ્યે મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત
  • સવારે 11 વાગ્યે ગ્લોબલ CEO સાથે કરશે બેઠક
  • બપોરે 3:30 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કરશે
  • સાંજે 5 વાગ્યે UAEના રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરશે PM મોદી
  • અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શો થશે
  • અંદાજે 20 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાશે બંને રાષ્ટ્રાધ્યક્ષ
  • સાંજે 7 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા અને ડિનર થશે
  • રાત્રે ગાંધીનગરમાં રાજભવનમાં રોકાશે PM મોદી

આ પણ વાંચો - VIBRANT GUJARAT SUMMIT 2024 : PM મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું

આ પણ વાંચો - VGGS-2024 : JETRO ના પ્રતિનિધિમંડળ સાથે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક, જાપાન-ગુજરાતના સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.