Express Highway પર જોવા મળ્યા ચોંકાવનારા દ્રષ્યો
Express Highway : વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ( Express Highway ) ગુંડાગીર્દીના દ્ર્શ્યો જોવા મળ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે વડોદરાથી અમદાવાદ આવી રહેલા એક કાર ચાલક પર લક્ઝરી બસના ચાલક અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. બ્રેક મારવાના મુદ્દે હુમલો કર્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
કાર ચાલક પર લક્ઝરી ચાલક અને તેના સાગરીતો એ હુમલો કર્યો
વડોદરાથી અમદાવાદ તરફના એકસપ્રેસ હાઇવે પર આણંદથી 14 કિમી દુર આ ચોંકાવનારી ઘટના બની છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે રાત્રીના સમયે એક કાર ચાલક મહિલા સાથે જઇ રહ્યો હતો ત્યારે તેની આગળ ચાલી રહેલી મધ્યપ્રદેશ પાસીંગની બસમાંથી ત્રણ ચાર શખ્સ હાથમાં દંડા લઇને ઉતરે છે અને કાર ચાલકને ધમકી આપી તેને કારમાંથી બહાર નીકળવાનું જણાવે છે. આ સાથે અન્ય સાગરીતો કાર પર ધબ્બા મારતા હોય તેવા અવાજો સંભળાઇ રહ્યા છે. કાર ચાલક પર લક્ઝરી ચાલક અને તેના સાગરીતો એ હુમલો કર્યો હતો.
વારંવાર વચ્ચે આવીને બ્રેક કેમ મારે છે તેમ હિન્દીમાં પુછીને આ શખ્સોએ કાર ચાલક પર હુમલો કર્યો
ટ્રાફિક થી ધમધમતા એકસપ્રેસ હાઇવે પર લક્ઝરી ઉભી રાખી કાર ચાલક પર હુમલો કરાયો હતો. લક્ઝરી બસમાંથી ઉતરેલા શખ્સોએ કાર ચાલક સાથે ગાળાગાળી કરી હતી. વારંવાર વચ્ચે આવીને બ્રેક કેમ મારે છે તેમ હિન્દીમાં પુછીને આ શખ્સોએ કાર ચાલક પર હુમલો કર્યો હતો અને દાદાગીરી કરી હતી. જેના કારણે કાર ચાલક અને તેની પત્ની ગભરાઇ ગયા હતા અને હુમલો કરનારા શખ્સોનો વીડિયો ઉતાર્યો હતો.
તત્કાળ પોલીસને પણ મદદ માટે ફોન કર્યો
કારચાલક સાથે રહેલી મહિલાએ તત્કાળ પોલીસને પણ મદદ માટે ફોન કર્યો હતો. વીડિયોમાં કાર ચાલક જણાવે છે કે આ લોકોએ તેમને માર્યા છે. તે લકઝરી બસનો નંબર પણ બોલે છે પરિણામે આ શખ્સો પાછા બસમાં બેસી જઇને ફરાર થઇ જાય છે.
આ લોકો અમારા કાચ ફોડી રહ્યા છે
કાર ચાલકની સાથે રહેલી મહિલાએ પોલીસને ફોન કર્યો કે આ લોકો અમારા કાચ ફોડી રહ્યા છે. એક્સપ્રેસ વે પર અમે ટોલનાકાથી આગળ છીએ. આ લોકો બહાર આવવા દબાણ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ પાસીંગની હદની લકઝરી છે. અમે વડોદરાથી અમદાવાદ જઇ રહ્યા છીએ અને અમારી વેગનઆર પર દંડા માર્યા છે. પોલીસને ફોન કરતાં આ આ ગુંડા ફરાર થઇ ગયા હતા. આણંદથી અમદાવાદ બાજુ વડોદરાથી નિકળ્યા છે. આણંદની 14 કિમી બાકી હતું ત્યારે આ બનાવ બન્યો છે. વેગનઆર પર દંડા માર્યા છે.
આ પણ વાંચો---- Tathya Patel Case : તથ્ય પટેલ કેસમાં વપરાયેલી જગુઆર કાર કોર્ટમાંથી કોઈ છોડાવી ગયું ?