Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોનની સેફટી માટે તૈયાર કરાયા નવા નિયમો

Gaming Zone Safety Rules : રાજકોટમાં બનેલો TRP અગ્નિકાંડ તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે, ત્યારે આ ઘટનામાં જે લોકો જવાબદાર છે તેમના પર કાયદાનું હંટર ચાલી જ રહ્યું છે. બીજી તરફ આવી ઘટના ભવિષ્યમાં ક્યારે પણ ન બને તે માટે...
એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોનની સેફટી માટે તૈયાર કરાયા નવા નિયમો

Gaming Zone Safety Rules : રાજકોટમાં બનેલો TRP અગ્નિકાંડ તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે, ત્યારે આ ઘટનામાં જે લોકો જવાબદાર છે તેમના પર કાયદાનું હંટર ચાલી જ રહ્યું છે. બીજી તરફ આવી ઘટના ભવિષ્યમાં ક્યારે પણ ન બને તે માટે ગુજરાત સરકાર (Gujarat Government) પણ એક્ટિવ થઇ છ. આજે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આ અંગે મીડિયાને સંબોધી હતી.

Advertisement

ગેમઝોનના મોડલ રૂલ્સ તૈયાર

મીડિયાને સંબોધતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજકોટ TRP જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન (Amusement Rides and Gaming Zone) માં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ-2024” (The Gujarat Amusement Rides and Gaming Zone Activities (Safety) Rules-2024) બનાવવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે, આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ

https://home.gujarat.gov.in/Upload/GAMINGZONE(MODELRULES2024FINALDRAFT%20_11062024.pdf પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

Advertisement

નાગરિકો પોતાની ફરિયાદો અને સૂચનો મોકલી શકશે

ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. 25 જૂન, 2024 સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી home@gujarat.gov.in પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે 25 જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ - 33 હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

આ પણ વાંચો - ગુજરાતની વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થશે સરકાર, લોન્ચ કરી નમો લક્ષ્મી યોજના

Advertisement

આ પણ વાંચો - Surat : સ્કૂલવર્ધી વાહનોની જવાબદારી વાલીઓની…!

Tags :
Advertisement

.