Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET Exam Scam: 10 લાખમાં ડોક્ટર બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ, તપાસ માટે SIT ની રચના

NEET Exam Scam: પંચમહાલથી સામે આવેલા Neet પરીક્ષા કૌભાંડ (NEET Exam Scam) મામલે જિલ્લા પોલીસ વડાએ આજરોજ મોટો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલે તપાસ માટે SIT ની રચના કરવા માં આવી છે. હવે આ મામલે પોલીસે બનાવેલી SIT દ્વારા તપાસનો...
neet exam scam  10 લાખમાં ડોક્ટર બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ  તપાસ માટે sit ની રચના

NEET Exam Scam: પંચમહાલથી સામે આવેલા Neet પરીક્ષા કૌભાંડ (NEET Exam Scam) મામલે જિલ્લા પોલીસ વડાએ આજરોજ મોટો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલે તપાસ માટે SIT ની રચના કરવા માં આવી છે. હવે આ મામલે પોલીસે બનાવેલી SIT દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં પણ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે SIT ની રચના કરી છે. આ સાથે જ આજ રોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવા માં આવેલી માહિતીમાં તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે.

Advertisement

NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટો ખુલાસો

આરોપી તુષાર ભટ્ટે જે વિદ્યાર્થીઓ સાથે ડિલ થઈ હતી તેમને જણાવ્યું હતું કે, જેટલું આવડે તેટલું OMR શીટમાં લખવું બાકીનું બ્લેન્ક છોડી દેવું અને ભટ્ટે OMR શીટમાં બાકીના જવાબો ભરવા માટે વાલીઓ જોડે સેટિંગ કર્યું હતું. હાલ આ સમગ્ર મામલે ત્રણ આરોપી પૈકી રોય ઓવરસિઝના માલિક પરશુરામ રોયની ગોધરા પોલીસે ગત રાત્રીના તેના તેની ઓફીસથી ધરપકડ કરી લીધી હતી. તો બાકીના બે આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાને ઝડપી પાડવા પણ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.

ચોરી કરાવાનું મસ મોટું કૌભાંડ ઝડપાયું

સૌથી મહત્વની વાત એ છે કે, આ મામલે હવે જે વિદ્યાર્થીઓના લિસ્ટ ભટ્ટ અને રોયની વોટ્સએપ ચેટમાં સામે આવ્યા છે તે વાલીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવનાર છે. હાલ જે વિદ્યાર્થીઓનું લિસ્ટ સામે આવ્યું છે તેમના વાલીઓ ને શોધી કાઢવા પોલીસે અલગથી એક ટિમ કામે લગાડી છે. SITની ટિમ પરશુરામ રોયની ઓફીસમાં હાલ સર્ચ કરી રહી છે જેના દસ્તાવેજમાંથી પણ અનેક મોટા ખુલાસાઓ સાથે કેટલાક મોટા માથાના નામો પણ સામે આવી શકે છે. ગત 5 મેં ના રોજ ગોધરા ખાતે લેવાયેલ નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચોરી કરાવાનું ઝડપાયુ મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લા કલેકટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યો છે.

Advertisement

વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું

મળતી માહિતી મુજબ જીલ્લા કલેકટર, જીલ્લા અધિક કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કરવા માટે માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. ત્યારે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટના મોબાઈલમાંથી whatsapp ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાની માહિતી સામે આવી હતી. જેમાં એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી સમગ્ર મામલે જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સાથે જ સમગ્ર મામલે આ ત્રણ ઈસમો સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સમગ્ર મામલે પોલીસની તપાસનો ધમધમાટ શરૂ

હાલ આગળની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે ત્રણ આરોપીઓ સિવાય પણ કેટલાક નામો સામે આવી શકે તેમ છે. જેમાં પંચમહાલ મહીસાગર અને ખેડા ના કેટલાક વાલીઓ ની પણ સંડોવણી હોઈ શકવાની સંભાવના છે. Neet માં વિદ્યાથી ને મેરીટ માં લાવવા એક વિદ્યાર્થી દીઠ 10 લાખ લેવાના હોવાના પોલીસ ફરિયાદ માં નોંધવામાં આવ્યો છે, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 38 લાખમાં ડિલ થઈ હોવાની શક્યતા વર્તાઈ રહી છે. આ સમગ્ર મામલે પોલીસની તપાસનો ધમધમાટ શરૂ કરી છે.

Advertisement

તુષાર ભટ્ટને શાળા ટ્રસ્ટ ફરજ પરથી દૂર કરાયો

આ સમગ્ર કૌભાંડમાં ત્રણ ઈસમોમાંથી વડોદરાના પરશુરામ રોયની ધરપકડ કરી છે. તેઓને વડોદરાથી ગોધરા લાવામાં આવ્યા છે, અને હાલ પરશુરામ રોયની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે આકરી પૂછપરછ અને મળી આવેલ વોટ્સએપ ચેટ માંથી મોટા ખુલાસા થઈ શકે છે. તો બીજી તરફ ત્રણ માંથી બાકી રહેલા બે આરોપીઓ તુષાર ભટ્ટ અને આરીફ વોહરાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે જય જલારામ સ્કૂલમાં ફરજ બજાવતા અને સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટને શાળા ટ્રસ્ટ ફરજ પરથી દૂર કરી દેવામાં આવ્યો છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો: Surat : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા મૌલવીનો વધુ એક જૂનો Video આવ્યો સામે

આ પણ વાંચો: Bharuch: વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કેમ? ફી ભરનારા વિદ્યાર્થીઓને એસી અને RTE હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પંખા નીચે!

આ પણ વાંચો: Daman : બુકાનીધારીઓએ મોડી રાતે ઘરમાં ઘૂસી BJP નેતાને રહેંસી નાંખ્યા, સગાભાઈ પર શંકાની સોય!

Tags :
Advertisement

.