નર્સિંગ પરીક્ષામાં મોટુ કૌભાંડ, ચોક્કસ વ્યક્તિએ કાઢેલું આખેઆખુ પેપર પુછાઇ ગયું હોવાનો દાવો
- કોઇ ચમરબંધીને છોડવામાં નહી આવે પેટર્નથી ફરી તપાસનું નાટક શરૂ
- ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઠક બાદ નિર્ણય લેવાશે તેવી બાંહેધરી અપાઇ
- એક કોચિંગ સંસ્થા દ્વારા આપડુ જ પેપર આવ્યું છે તેવો મેસેજ કરાતા ચકચાર
અમદાવાદ : ગુજરાતમાં પેપર ફુટવું એ હવે કોઇ નવી વાત રહી નથી. સરકાર પણ રોજિંદા ક્રમ મુજબ રોજિંદી પેપર ફુટવાની ઘટનાઓ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. તે એક પત્રકાર પરિષદ બોલાવીને કોઇ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું આશ્વાસન આપી દે છે. નાગરિકો પણ પોતાના કામે ચડી જાય છે અને પેપર ફોડનારાઓ પણ પોતાને કામે ફરી લાગી જાય છે. જો કે કાર્યવાહીના નામે કોઇને સજા થયાનું હજી સુધી સામે આવ્યું નથી.
આ પણ વાંચો : Samay Raina અને Ranveer Allahabadia ની આવક જાણી દંગ રહેશો
વધારે એક સરકારી પરીક્ષામાં ગોટાળો
સરકારી નર્સિંગની પરીક્ષામાં પણ ગંભીર છબરડો સામે આવ્યો હતો. જેમાં પરીક્ષામાં જે પેપર હતું તેના જવાબ એક જ પેટર્નમાં હતા. ABCD આ જ ક્રમમાં સમગ્ર પેપરના પ્રશ્નોના જવાબ હતા. જેથી આ કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે કાવતરૂ કરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું હતું. જો કે આ અંગે ફરી એકવાર તપાસના નામે ફરી એકવાર તે જ જુની પદ્ધતી શરૂ કરી દેવામાં આવી છે. જીટીયુનાં રજીસ્ટ્રારે કહ્યું કે, કોઇ ચોક્કસ સેન્ટરના ઉમેદવારના ગુણની પેટર્ન અંગે અભ્યાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત કે.એન ખેરે જણાવ્યું કે, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક થશે ત્યાર બાદ કોઇ પણ નિર્ણય લેવામાં આવશે.
જે ભરતી બોર્ડ પોતાની ભરતી જ પારદર્શિતા સાથે ના કરી શકતી હોય તો બીજાની કઈ રીતે કરી શકે ?
📌#GTU છેલ્લા ઘણા સમયથી વિવાદોનું કેન્દ્ર અને કૌભાંડનો અખાડો બની ચૂકી છે.
📌#GTU ની પોતાની સંસ્થામાં તો સાવ #ઊલટી_ગંગા વહેતી હોઈ છે...પહેલા નામ નક્કી થાય અને પછી ભરતી બહાર પડે...
આવો ઘાટ… pic.twitter.com/1BpUOavs6z— Yuvrajsinh Jadeja (@YAJadeja) February 12, 2025
આ પણ વાંચો : 50 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે, બિનકાયદેસર દબાણો બાદ હવે સરકારનું ઓપરેશન હકાલપટ્ટી
વનરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિનો મેસેજ વાયરલ
જો કે આવા સમયે વનરાજસિંહ ચૌહાણ નામના એક યુવકનો વ્હોટ્સએપ મેસેજ ફરતો થયો છે. જેમાં તે કહી રહ્યો છે કે, આપણે જે પેપર કાઢ્યું હતું તે આખુ પેપર આવી ગયું છે. વનરાજ ચૌહાણ જણાવી રહ્યો છે કે, તમે પરીક્ષા આપવા માટે નહીં પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાઇનમાં ઉભા છો તેવું વિચારો. તમે તમારે કયું CHC સેન્ટર જોઇએ છે તે અંગે વિચારો. ગેરરીતિના આક્ષેપો વચ્ચે આ મેસેજ વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. વનરાજસિંહ નર્સિંગ યુનિયનનો પ્રમુખ હોવા ઉપરાંત પોતે પણ સરકારી નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આન્સર સીટ પર બારકોડ નહીં લાગેલા હોવાનાં કારણે મોટી ગેરરીતિની આશંકા છે.
આ પણ વાંચો : બેવડી ઋતુનો અહેસાસ વચ્ચે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? વૈજ્ઞાનિકે શું જણાવ્યું