ગોધરાના ઉમેદવારની જાહેરાત બાદ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર થઇ તોડફોડ
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election) માટે કોંગ્રેસે (Congress)આજે 16 નવેમ્બરે 37 ઉમેદવારોની અંતિમ યાદી સાથે તમામ 179 ઉમેદવારો જાહેર કરી દીધા છે, કોંગ્રેસે 3 બેઠકો NCP આપી છે. કોંગ્રેસમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ જ ટિકિટનો કકળાટ શરૂ થયો હતો. અનેક બેઠકો પર સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ જાહેર થયેલા ઉમેદવારનો વિરોધ કર્યો હતો. સૌથી મોટી ઘટના અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાà
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election) માટે કોંગ્રેસે (Congress)આજે 16 નવેમ્બરે 37 ઉમેદવારોની અંતિમ યાદી સાથે તમામ 179 ઉમેદવારો જાહેર કરી દીધા છે, કોંગ્રેસે 3 બેઠકો NCP આપી છે. કોંગ્રેસમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ જ ટિકિટનો કકળાટ શરૂ થયો હતો. અનેક બેઠકો પર સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ જાહેર થયેલા ઉમેદવારનો વિરોધ કર્યો હતો. સૌથી મોટી ઘટના અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં બની હતી. જ્યાં કોંગ્રેસના જ કાર્યકરોએ તોડફોડ કરી હતી. હવે ગોધરામાં (Godhra)પણ આવી ઘટના ઘટી છે.
ગોધરા બેઠક પર કોંગ્રેસે મહિલા ઉમેદવારની જાહેરાત કરતા પંચમહાલ જિલ્લામાં કેટલાક તોફાની તત્વોએ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. માથાભારે તત્વોએ પથ્થરમારો કરી ઓફિસના કાચ તેમજ પોસ્ટર ફાડી નાખ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે લઘુમતીને ટિકિટ ન મળતા કાર્યકરોમાં નારાજગી હોવાનું સામે આવ્યું છે.આજે જાહેર થયેલી કોંગ્રેસની 37 ઉમેદવારોની અંતિમ યાદીમાં ગોધરા બેઠકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગોધરા બેઠક પર કોંગ્રેસે રશ્મિતાબેન દુષ્યંતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement