Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jayesh Raddia : જે સામાજિક સંસ્થાઓમાં રાજનીતિ આવે છે ત્યારે સમાજનું પતન થાય છે

Jayesh Raddia : દેશની અગ્રણી સહકારી સંસ્થા ઇફ્કોમાં ડિરેક્ટર તરીકે ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય જયેશ રાદડીયા (Jayesh Raddia ) એ પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે પોતાના વિરોધીઓને જવાબ આપતાં કહ્યું કે મારી સામે સવાલ ઉઠાવનારા પહેલા પોતાનો ભુતકાળ જુએ. તેમણે સ્પષ્ટ કહ્યું...
jayesh raddia   જે સામાજિક સંસ્થાઓમાં રાજનીતિ આવે છે ત્યારે સમાજનું પતન થાય છે

Jayesh Raddia : દેશની અગ્રણી સહકારી સંસ્થા ઇફ્કોમાં ડિરેક્ટર તરીકે ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય જયેશ રાદડીયા (Jayesh Raddia ) એ પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે પોતાના વિરોધીઓને જવાબ આપતાં કહ્યું કે મારી સામે સવાલ ઉઠાવનારા પહેલા પોતાનો ભુતકાળ જુએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશ લેવલની ચૂંટણીમાં મેન્ડેટની જરુર નથી.

Advertisement

મે ફોર્મ ભર્યું ત્યાર બાદ મેન્ડેટ ઇસ્યુ થયો

જયેશ રાદડીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે ઇફકોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મે ભાજપ વિરુદ્ધ કામ કર્યું નથી. મે ફોર્મ ભર્યું ત્યાર બાદ મેન્ડેટ ઇસ્યુ થયો હતો. તેમણે કહ્યું કે પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તે મે પૂર્ણ કરી છે. ધારાસભ્ય જયેશ રાદડીયાએ આ તબક્કે મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું હતું.

દેશ લેવલની ચૂંટણીમાં મેન્ડેટની જરુર નથી

તેમણે સવાલો ઉઠાવનારાઓને કહ્યું કે દેશ લેવલની ચૂંટણીમાં મેન્ડેટની જરુર નથી. તેમણે આડકતરી રીતે કહ્યું કે સામાજીક સંસ્થાઓએ વચ્ચે ના આવવું જોઇએ. કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જઈએ... બાબુ નસીતને મારે જોઇ જવાબ આપવો નથી. મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી. મે ખેડૂતોના હિત માટે ચૂંટણી લડી હતી તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

સવાલ ઉઠાવનારા પહેલા પોતાનો ભૂતકાળ જુએ

તેમણે એમ પણ કહ્યું કે મને મેન્ડેટની જાણકારી અપાઇ ન હતી. મારી સામે સવાલ ઉઠાવનારા પહેલા પોતાનો ભૂતકાળ જુએ તેવો સણસણતો જવાબ તેમણે આપ્યો હતો.

મે કોંગ્રેસને કોઇ મદદ કરી નથી

તેમણે કહ્યું કે અમે સહકારી ક્ષત્ર માટે કામ કરીએ છીએ. મે સમાજને પરિણામ આપ્યા છે. સમાજના નામે રાજકારણ ના થવું જોઇએ. મે કોંગ્રેસને કોઇ મદદ કરી નથી. સમાજ અને રાજનીતિ અલગ છે. રાજકોટ જિલ્લા બેન્ક અને સહકારી માળખું ખેડૂત સભાસદો પર ચાલે છે. મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે.

Advertisement

સામાજિક સંસ્થાઓમાં રાજનીતિ આવે છે ત્યારે સમાજનું પતન થાય છે

જયેશ રાદડિયાએ કહ્યું કે જે સામાજિક સંસ્થાઓમાં રાજનીતિ આવે છે ત્યારે સમાજનું પતન થાય છે સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોઈ તો રાજનીતિમાં આવી જવું જોઈએ...

આ પણ વાંચો----- IFFCO ની ચૂંટણી મામલે મોટો કકળાટ, જયેશ રાદડિયા સામે લેવાશે પગલાં..?

આ પણ વાંચો---- બિપિન ગોતાએ મોરચો સંભાળ્યો, સંઘાણીને કહ્યું IFFCO જીત્યા એમ વિધાનસભા જીતી હોત તો…

આ પણ વાંચો---- IFFCO : દેશની સૌથી મોટી સહકારી સંસ્થાને લઈ મોટા સમાચાર, દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી

Tags :
Advertisement

.