Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICG ના ડીજી રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન, ચેન્નાઈમાં લીધા અંતિમ શ્વાસ

રાકેશ પાલના નેતૃત્વમાં ICG એ મજબૂત પ્રગતિ હાંસલ કરી ગત વર્ષે ICG ના 25 માં ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા રાકેશ પાલને દરિયાઈ સુરક્ષામાં 34 વર્ષનો અનુભવ હતો ICG DG Rakesh Pal: ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard) ના...
icg ના ડીજી રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન  ચેન્નાઈમાં લીધા અંતિમ શ્વાસ
  • રાકેશ પાલના નેતૃત્વમાં ICG એ મજબૂત પ્રગતિ હાંસલ કરી

  • ગત વર્ષે ICG ના 25 માં ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા

  • રાકેશ પાલને દરિયાઈ સુરક્ષામાં 34 વર્ષનો અનુભવ હતો

ICG DG Rakesh Pal: ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard) ના ડિરેક્ટર જનરલ રાકેશ પાલનું નિધન થઈ ગયું છે. ડિરેક્ટર જનરલ Rakesh Pal ને હ્રદય હુમલો આવ્યો હતો. રાકેશ પાલે તેમના અંતિમ શ્વાસ ચેન્નાઈની હોસ્પિટલમાં લીધા હતાં. Rakesh Pal ની અચાનક તબીયત લથડી હતી. ત્યારે તેમને તાત્કાલિક ધોરમે ચેન્નાઈમાં આવેલી રાજિવ ગાંધી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. ત્યારે હાજર તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી. પરંતુ તેઓ Rakesh Pal ને બચાવી શક્યા ન હતાં.

Advertisement

રાકેશ પાલના નેતૃત્વમાં ICG એ મજબૂત પ્રગતિ હાંસલ કરી

ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને હોસ્પિટલમાં રાકેશ પાલને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે હાલ રાકેશ પાલના મૃતદેહને દિલ્હી લાવવામાં આવ્યો છે. જોકે રક્ષામંત્રી રાજનાથ સિંહે X એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ભારતીય તટરક્ષક દળના ડિરેક્ટર જનરલ રાકેશ પાલનું આજે ચેન્નાઈમાં નિધન થયું છે. તેઓ યોગ્ય અને પ્રતિબદ્ધ અધિકારી હતાં. રાકેશ પાલના નેતૃત્વમાં ICG એ ભારતની સાગર સુરક્ષામાં મજબૂત પ્રગતિ હાંસલ કરી હતી.

આ પણ વાંચો: Food Positioning : સ્કૂલમાં બિસ્કિટ ખાધા બાદ 153 વિદ્યાર્થીઓની તબિયત લથડી, 7 ની હાલત ગંભીર

Advertisement

ગત વર્ષે ICG ના 25 માં ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા

તે ઉપરાંત આજરોજ ચેન્નાઈમાં રક્ષામંત્રીએ ICG ની નવી ઈમારતનું સાગર કિનારે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં Rakesh Pal પણ હાજર રહ્યા હતાં. Rakesh Pal ઉત્તર પ્રદેશના રહેવાસી હતાં. તેમને ગત વર્ષે ICG ના 25 માં ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતાં. તેઓ ભારતીય દરિયાઈ સુરક્ષાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. Rakesh Pal જાન્યુઆરી 1989 ના રોજ ICG માં જોડાયા હતાં. તેણે દ્રોણાચાર્ય, ઇન્ડિયન નેવલ સ્કૂલ, કોચી અને યુકેમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ ફાયર કંટ્રોલ સોલ્યુશન કોર્સમાંથી તોપગોળા અને શસ્ત્ર પ્રણાલીમાં વ્યાવસાયિક કુશળતા પ્રાપ્ત કરી હતી.

Advertisement

રાકેશ પાલને દરિયાઈ સુરક્ષામાં 34 વર્ષનો અનુભવ હતો

Rakesh Pal ને દરિયાઈ સુરક્ષામાં 34 વર્ષનો અનુભવ હતો. તે ઉપરાંત રાકેશ પાલે ICG નું મુખ્ય મથક દિલ્હીમાં પણ બે અલગ પોસ્ટ પર કાર્યાભાલ સંભાળ્યો હતો. તેણે ICGS સમર્થ, ICGS વિજિત, ICGS સુશેથા ક્રિપલાની, ICGS અકાલીબાઈ અને ICGS C-03 ની પણ કમાન સંભાળી હતી.

આ પણ વાંચો: Kolkata Doctor Murder Case : સોલ્ટ લેક સ્ટેડિયમની બહાર ઉગ્ર વિરોધ, પોલીસે કર્યો લાઠીચાર્જ...

Tags :
Advertisement

.