Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LOKSABHA ELECTION 2024 : રાજકોટમાં રૂપાલાની જીત બાદ પદ્મિનીબાએ કહી આ મોટી વાત..

LOKSABHA ELECTION 2024 : LOKSABHA ની ચૂંટણીના મતદાનની મતગણતરી  હજી પણ ચાલી રહી છે. પરંતુ હાલ સામે આવી રહેલા આંકડાના અનુસાર ત્રીજી વખત NDA ગઠબંધનએ બહુમતનો આંકડો પાર કર્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક વખત ભાજપ પક્ષે...
loksabha election 2024   રાજકોટમાં રૂપાલાની જીત બાદ પદ્મિનીબાએ કહી આ મોટી વાત

LOKSABHA ELECTION 2024 : LOKSABHA ની ચૂંટણીના મતદાનની મતગણતરી  હજી પણ ચાલી રહી છે. પરંતુ હાલ સામે આવી રહેલા આંકડાના અનુસાર ત્રીજી વખત NDA ગઠબંધનએ બહુમતનો આંકડો પાર કર્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક વખત ભાજપ પક્ષે શાનદાર દેખાવ કર્યો છે. ભાજપે કુલ 25 બેઠક ઉપર વિજય મેળવ્યો છે, ફક્ત બનાસકાંઠાની બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે ગુજરાતમાં આ સમયે ઘણી વિવાદિત બેઠક હતી. જેમાં રાજકોટનો સમાવેશ થાય છે. રાજકોટની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા હતા. રૂપાલાની ક્ષત્રિય સમાજની ટિપ્પણીના કારણે ઘણો વિવાદ થયો હતો. હવે રૂપાલાની રાજકોટ બેઠક ઉપર વિજય મેળવ્યા બાદ પદ્મિનીબાનું નિવેદન સામે આવ્યું છે. ચાલો જાણીએ શું કહ્યું તેમણે..

Advertisement

સંકલન સમિતિએ રાજકારણ કર્યું એટલે આટલી મોટી હાર થઈ - પદ્મિનીબા

પદ્મિનીબાએ રૂપાલાના વિજય બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજનું આંદોલન સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. સંકલન સમિતિએ રાજકારણ કર્યું એટલે આટલી મોટી હાર થઈ છે. આ ક્ષત્રિય સમાજની નિષ્ફળતા છે. સંકલન સમિતિના આંતરિક રાજકારણના કારણે આ હાર થઈ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, અમે જે રસ્તે ચાલ્યા હોત એ રસ્તે આંદોલન થયું હોત તો જીત થાત. આગળ તેમણે ક્ષત્રિય સમાજના યુવાનો વિષે પણ વાત કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય ક્ષત્રિય સેના દ્વારા ભાજપમાંથી સમાજ માટે આવેલા યુવાનો માટે પણ વિચાર કરવામાં આવશે. ભાજપ સાથે ફરી તેવો આગળ વધે તેમાટે ચર્ચા કરવામાં આવશે અને યુવાનોની રાજકીય કારકિર્દી માટે પણ વિચાર કરવામાં આવશે.

Advertisement

 પરષોત્તમ રૂપાલાએ 4 લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીત મેળવી

રાજકોટ બેઠકની વાત કરીએ તો ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાને 857984 મત તો કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને 373724 મત મળ્યા હતા અને  ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની 484260 મતથી ભવ્ય જીત મેળવી હતી. આ બેઠક ઉપર ખૂબ જ વિવાદ થયો હતો. પરંતુ ભારે વિવાદ બાદ પણ ભાજપના પીઢ નેતા પરષોત્તમ રૂપાલાને ખૂબ જ મોટા માર્જિનથી જીત મેળવી છે.

આ પણ વાંચો : VADODARA : નવા ચૂંટાયેલા સાંસદે મોટી જાહેરાત કરી દિલ જીતી લીધા, જાણો શું છે ખાસ

Advertisement

Tags :
Advertisement

.