રાજકોટમાં ખાખીને ફરી લાગ્યો દાગ ? જાણો વિગત
ગુજરાતમાં દારૂબંદી છે ખરા ? જીહા, આ સવાલનો જવાબ આજે જરૂરી છે, કારણ કે ગાંધીના આ ગુજરાત (Gujarat) માં દારૂ (Liquor) ખુલ્લેઆમ મળી રહ્યો છે. પોલીસ (Police) કે જેનું કામ રાજ્યમાં દારૂબંધી (Prohibition of alcohol) ને જાળવી રાખવાનું છે. પણ શું તે આ કામ કરે છે? જવાબ મળશે હા અને ના પણ. હા એટલા માટે કે આજે પણ ઘણા પોલીસકર્મી (Policemen) ઓ પોતાની જવાબદારીઓને સમજે છે અને દારૂબંધી (Prohibition of alcohol) નું સખ્ત પાલન કરે છે અને કરાવે છે. ના એટલા માટે કે આજે પણ ઘણા પોલીસકર્મી (Policemen) ઓ જ દારૂ પી ખાખી વર્દી પર દાગ લગાડી રહ્યા છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં રાજકોટ (Rajkot) થી જોવા મળી રહ્યો છે.
નશાની હાલતમાં પોલીસકર્મી
રાજકોટમાં ખાખીને ફરી દાગ લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના કાલાવડ રોડ (Kalavad Road in Rajkot) પર એક પોલીસકર્મી (Policemen) એ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા, જ્યા ખબર પડી કે જે પોલીસકર્મી (Policemen) એ આ અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં છે. પોલીસકર્મીને નશાની હાલતમાં જોઇ ત્યા હાજર એક શખ્સે આ ઘટનાનો એક વીડિયો (Video) બનાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) માં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો (Video) માં તમે જોઇ શકો છો કે પોલીસકર્મી રસ્તા વચ્ચે નશાની હાલતમાં પડ્યો છે. જ્યા એક શખ્સ દારૂની બોટલ (A bottle of liquor) ઉઠાવે છે અને કારમાં મુકે છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે, પોલીસકર્મી (Policemen) ના દારૂ પીધું હોવાના સમાચાર મળતા જ પોલીસની જીપ આવી પહોંચે છે.
આ પણ વાંચો - Surat Nuclear power plant: પ્રધાનમંત્રીએ કાકરાપારાથી દેશવાસીઓને 2 વીજ પ્લાન્ટ કર્યા અર્પણ
આ પણ વાંચો - Amreli : 11 જિલ્લામાં કુલ 59 ગુનાઓ પૈકી 18 માં વોન્ટેડ એવા કુખ્યાત આરોપીની પોલીસે મધ્યપ્રદેશથી કરી ધરપકડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ