Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : સ્કૂલવર્ધી વાહનોની જવાબદારી વાલીઓની...!

Surat : સ્કૂલવર્ધી વાહનો મુદ્દે શાળા સંચાલકોએ છટકબારી શોધી લીધી છે. સુરત (Surat) માં શાળા સંચાલકોએ હાથ ખંખેરી લેતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ પાસે જવાબદારીનું સંમતિપત્રક ભરાવવામાં આવી રહ્યું છે. સોગંદનામામાં સ્કૂલવાનમાં કંઈ થાય તે જવાબદારી...
surat   સ્કૂલવર્ધી વાહનોની જવાબદારી વાલીઓની

Surat : સ્કૂલવર્ધી વાહનો મુદ્દે શાળા સંચાલકોએ છટકબારી શોધી લીધી છે. સુરત (Surat) માં શાળા સંચાલકોએ હાથ ખંખેરી લેતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ પાસે જવાબદારીનું સંમતિપત્રક ભરાવવામાં આવી રહ્યું છે. સોગંદનામામાં સ્કૂલવાનમાં કંઈ થાય તે જવાબદારી વાલીની હોવાનું જણાવામાં આવી રહ્યું છે. કોઈ દુર્ઘટના સર્જાય તો શાળા જવાબદાર નહીં તેવી છટકબારી શોધી લેવાઇ છે. સ્કુલ વેનની CNG કિટ, ફિટનેસનું સર્ટિફિકેટ જરૂરી છે અને તાલીમબદ્ધ ડ્રાઈવરની જવાબદારી વાલીની હોવાનું જણાવામાં આવ્યું છે.

Advertisement

શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસે લખાવાયું સોગંદનામુ

શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસે સોગંદનામુ લખાવવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો દ્વારા વાલીઓને મોબાઇલમાં પીડીએફ મોકલી ફાયર સેફટી થી લઇ બાળકોની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી વાલીઓની રહેશે તે પ્રકારની બાંહેધરી લખાવવામાં આવી રહી છે. જેનો વાલીઓ વિરોધ કરી રહ્યા છે. વાલીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વાલીઓ દ્વારા શાળા અને સ્કૂલ વેન સંચાલકોને ફી ચૂકવવામાં આવે છે તો જવાબદારી શાળા સંચાલકો અને સ્કૂલવેન ચાલકોની પણ નક્કી થવી જરૂરી છે.

Advertisement

સંપૂર્ણ જવાબદારી વાલીઓની રહેશે તેવી બાંહેધરી લખાવવામાં આવી રહી છે

હાલ ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. શાળાઓ ફરી શરૂ થવા જઈ રહી છે. જોકે શાળાઓ શરૂ થાય તે પહેલા શાળા સંચાલકો વાલીઓ પાસે સોગંદનામુ લખાવી રહ્યા છે. કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને મોબાઇલ પર સોગંદનામાની પીડીએફ મોકલવામાં આવી રહી છે. જે પીડીએફમાં વાલીઓ પોતાના બાળકોને જ્યારે સ્કૂલ વેનમાં શાળાએ મોકલે છે ત્યારે સંપૂર્ણ જવાબદારી વાલીઓની રહેશે તેવી બાંહેધરી લખાવવામાં આવી રહી છે. વાલીઓને મોકલવામાં આવેલી પીડીએફમાં લખવામાં આવ્યું છે કે મારું બાળક જે શાળાની સ્કૂલવેનમાં જઈ રહ્યું છે તે સ્કૂલવેન સંપૂર્ણ ચકાસી લીધી છે.મારા બાળકની સુરક્ષા અને સલામતીની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. આ પ્રકારનું લખાણ સોગંદનામાના લખાવવામાં આવી રહ્યું છે. જેના કારણે વાલીઓમાં ભારે રોષ છે.

સ્કુલવેન ચાલકો અને શાળાની જવાબદારી પણ નક્કી થવી જોઈએ

આ મામલે વાલીઓનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ શાળા અને સ્કૂલ વેન ચાલકોને અભ્યાસ અને બાળકોને લઈ જવા લાવવા માટેની ફી ચૂકવે છે તો બાળકોની જવાબદારી પણ તેઓની રહેલી છે. જેથી વાલીઓની સાથે સાથે સ્કુલવેન ચાલકો અને શાળાની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. શાળા સંચાલકો વાલીઓ પાસે સોગંદનામુ લખાવી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. જે બિલકુલ પણ યોગ્ય નથી.

Advertisement

આ પણ વાંચો----- VADODARA : હરણી બોટકાંડ મામલે કોર્પોરેટરે લખ્યું, “આ જીવ કમિશન ખાવામાં ગયા”

Tags :
Advertisement

.