Amit Shah: ફોર્મ ભર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર ‘400 સીટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતીશું’
Home Minister Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગુજરાતમાં આવેલા છે. નોંધનીય છે કે, કાલે સાણંદ, કલોક, ગાંધીનગર અને અમદાવાદમાં ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી (Home Minister) અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) એ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવારી કરી છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અમિત શાહે હુંકાર કર્યો કે, ‘400 સીટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતીશું’
ગાંધીનગરની જનતાએ અપાર પ્રેમ આપ્યોઃ અમિત શાહ
વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ કહ્યું કે, અટલજી અને અડવાણજી પણ અહીંથી ચૂંટણી લડ્યા હતા. ગાંધીનગરની જનતાએ અપાર પ્રેમ આપ્યો છે. આ સાથે અમિત શાહે કહ્યું કે, અમે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 22 હજાર કરોડના કામ સફળતાથી કર્યા છે. મારા માટે ગર્વની વાત છે કે, આ બેઠક પરથી અટલજી અને અડવાણજી પણ અહીંથી ચૂંટણી લડ્યા હતા અને આ જ બેઠક પર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મતદાતા છે. મારા માટે આનંદની વાત છે કે, ભારતીય જનતા પાર્ટીએ મને આ બેઠક પરથી ચૂંટણી લડવાની તક આપી છે. હું એક બૂથ સંચાલકથી સંસદ સુધી પહોચ્યો છે અને તેના માટે ગાંધીનગરની જનતાએ મને અપાર પ્રેમ આપ્યો છે.
Gandhinagar: PM મોદીએ ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી: અમિતભાઇ શાહ | Gujarat First@narendramodi @AmitShah @CRPaatil @BJP4Gujarat @Bhupendrapbjp @PMOIndia @HMOIndia @BJP4Gujarat @BJP4India @CMOGuj @InfoGujarat #Gujarat #Ahmedabad #gandhinagar #AmitShah… pic.twitter.com/dy0bBhA4Pj
— Gujarat First (@GujaratFirst) April 19, 2024
મતદાનની પેટીઓ કમળથી ભરી દેજો: કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ વખતની ચૂંટણી ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. વધુમાં કહ્યું કે, હું ગાંધીનગરની જનતાને અપીલ કરૂ છું કે, નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષીત કર્યો છે, દેશને સમૃદ્ધ કર્યો છે અને 80 કરોડ ગરીબીના જીવનમાં નવી આશા અને ઉત્સાહને પૂનર્જવિત કરવાનું કામ કર્યું છે તો તેમને જંગી બહુમતીથી જીતાડવાના છે. ગૃહમંત્રીએ ગાંધીનગરની જનતા સહિત દેશભરની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ સાથે કહ્યું હતું કે, સૂર્ય આકાશ વચ્ચે આવી જાય તે પહેલા 10:30 વાગ્યા પહેલા પોતાનું અને પોતાના પરિવારનું મતદાન કરી દે અને પ્રચંડ બહુમત સાથે બીજેપીને જીત અપાવે.