Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Somnath : રસ્તા પર બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા બાળકો

Gir Somnath : ગીરસોમનાથમાં અંબુજાની દાદાગીરી સામે માસુમો મેદાને પડ્યા છે. ગીરસોમનાથના કોડીનારના મઠ ગામે બાળકોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે કારણ કે અંબુજાએ પ્રદૂષણનો એવો દાટ વાળ્યો કે ભૂલકાઓ પણ કંટાળ્યા છે. અંબુજાના પ્રદૂષણનો વિરોધ કરવા પ્રાથમિક શાળાના બાળકો...
gir somnath   રસ્તા પર બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા બાળકો

Gir Somnath : ગીરસોમનાથમાં અંબુજાની દાદાગીરી સામે માસુમો મેદાને પડ્યા છે. ગીરસોમનાથના કોડીનારના મઠ ગામે બાળકોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે કારણ કે અંબુજાએ પ્રદૂષણનો એવો દાટ વાળ્યો કે ભૂલકાઓ પણ કંટાળ્યા છે. અંબુજાના પ્રદૂષણનો વિરોધ કરવા
પ્રાથમિક શાળાના બાળકો અને વાલીઓ વિરોધમાં ઉતર્યાં છે.

Advertisement

અંબુજાના પ્લાન્ટમાંથી ઉડતી માટીથી ગ્રામજનો હેરાન-પરેશાન

અંબુજાના પાપે આજે માસુમો રસ્તા પર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અને શાળામાં બાળકો અભ્યાસ કરી શકતા નથી કારણ કે અંબુજાના પ્લાન્ટમાંથી ઉડતી માટીથી ગ્રામજનો હેરાન-પરેશાન થયા છે. જીપ્સી-કોલસાના સ્ટોકની અવરજવરથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે પરિણામે વાલીઓ-બાળકો અંબુજાના ગેઇટ પર જ ધરણાં પર ઉતર્યાં છે.

Advertisement

બહેરા તંત્રને અનેક રજૂઆતો

બહેરા તંત્રને અનેક રજૂઆતો છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે સવાલ એ છે કે GPCBના બાબુઓને હપ્તાની મલાઈમાં નથી દેખાતું પ્રદૂષણ? GPCBના બાબુઓની એવી કેવી આળસ કે બાળકોને રસ્તે ઉતરવું પડે? શું અંબુજા કંપનીની દાદાગીરી સામે તંત્રએ શરણાગતિ સ્વીકારી લીધી છે તેવો સવાલ થઇ રહ્યો છે.

Advertisement

મઠ ગામે રસ્તા પર બેસી અભ્યાસ કરવા બાળકો મજબૂર

મળી રહેલી માહિતી અનુસાર, ગીર સોમનાથના કોડીનારમાં મઠ ગામે વિદ્યાર્થીઓ હાલમાં રસ્તા પર જોવા મળી રહ્યા છે. જીહા, આ બાળકો હાલમાં રસ્તા પર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જ્યારે આ અંગે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો હકીકત સામે આવી. જણાવી દઇએ કે, શાળાની નજીકમાં આવેલી કંપનીની ઉડતી ડસ્ટના કારણે બાળકોને છેલ્લા ઘણા સમયથી ખૂબ તકલીફો પડી રહી હતી. હવે કંપનીની પાઠ ભણાવવા માટે બાળકો ખાનગી કંપનીના ગેટ પાસે બેસી ગયા છે અને ત્યા જ અભ્યાસ કરી રહ્યા છે. આરોપ છે કે, તંત્રને અનેક વખત આ અંગે રજૂઆત કરવામાં આવી છે પણ હાજ દિન સુધી નિકાલ આવ્યો નથી. જેનાથી રોષે ભરાઈને બાળકો અને શિક્ષકો ખાનગી કંપનીના ગેટ પાસે આવીને બેસી ગયા છે.

બાળકોનો પરિવાર નારાજ

પોતાના બાળકોને આ રીતે રસ્તા પર બેસીને ભણતા જોઇ પરિવાર પણ નારાજ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં બાળકો કંપનીની બહાર એકઠા થઇ ગયા છે. જ્યારે તંત્ર દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે ત્યારે થાકીને બાળકોને આ પ્રકારનો વિરોધ કરવાની ફરજ પડી છે. સુત્રોની માનીએ તો ભર બપોરે બાળકો રસ્તે બેસીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે પણ કંપનીના માલિકને જાણે પેટનું પાણી પણ ન હલતું હોય તેમ કોઇ જોવા પણ આવ્યું નથી.

આ પણ વાંચો - Shocking : રાજ્યની સરકારી શાળાઓમાંથી 4300 શિક્ષકોને કરાશે છૂટા

આ પણ વાંચો - Shaktisinh Gohil : તૂટતી કોંગ્રેસને બચાવવા શક્તિસિંહ મેદાને! ‘રૂમાલ’ વાળા નિવેદનનો આપ્યો આ જવાબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.