ગુજરાતના ગરબાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ, વર્લ્ડ હેરિટેજમાં મળ્યું સ્થાન
ગુજરાત માટે એક ગૌરવના સમાચાર સામે આવી રહી છે. જીહા, આજે બુધવારના દિવસે ગુજરાતના ગરબાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. ગુજરાતના ગરબા હવે દેશના સરહદના સીમાડા વટાવીને વૈશ્વિક સ્તરે ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. રાજ્યના પ્રખ્યાત પરંપરાગત લોકનૃત્ય ગરબાને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH) ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.
ગુજરાતના લોકનૃત્યને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ
ગરબા મુખ્યત્વે ગુજરાતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમિયાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે. દેશની સરહદ પાર પણ ગરબાની ગુંજ તમને સાંભળવા મળી જશે. હવે ગુજરાતના ગરબા જે છે તે વિશ્વની સાંસ્કૃતિક ધરોહર બનવા માટે જઈ રહ્યા છે. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓગ્રેનાઈઝેશન દ્વારા તેને આ સિદ્ધિ મળી છે. વૈશ્વિક ધરોહર તરીકે ગરબાને જે સ્થાન મળશે તે યુનેસ્કો દ્વારા ગુજરાતને મળેલી મોટી સિદ્ધી સમાન છે. જણાવી દઇએ કે, આપણી સમૃદ્ધ સંસ્કૃતિ પરંપરાઓ અને વિરાસતને દુનિયાની સામે પ્રદર્શિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ અક્ષાક પ્રયાસ છે. આ સિદ્ધિ તેનું પરિણામ છે.
પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કરી આપી જાણકારી
પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વિટર પર આની જાણકારી આપી હતી. ICH યાદીમાં સામેલ થનાર આ ભારતનું 15મું એલિમેન્ટ છે. આ જાહેરાત ગુજરાત સહિત દેશના કરોડો લોકો માટે ગૌરવપૂર્ણ અવસર છે. આ વર્ષે ગરબા નોમિનેટ થયા હતા. આને ધ્યાનમાં રાખીને 29 જિલ્લાઓમાં તેમજ રાજ્યના ચાર પ્રતિષ્ઠિત સ્થળોએ ગરબા સાથેના વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરાત ગુજરાત સહિત દેશના કરોડો લોકો માટે ગૌરવનો પ્રસંગ બની રહેશે. આ વર્ષની શરૂઆતમાં બંગાળની દુર્ગા પૂજાને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. ભારતના યોગ, વૈદિક મંત્રોચ્ચાર, લદ્દાખમાં બૌદ્ધ મંત્રોચ્ચાર, છાઉ નૃત્ય, રામલીલા, નવરોઝ, કુંભ મેળો અને અન્યનો પણ UNESCOની ICH યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
The Garba is a unique manifestation of worshiping the divine feminine - the primordial Goddess.
Garba's inclusion in the @UNESCO
Intangible Cultural Heritage list is truly a proud moment for Gujarat and India. It is an honour given by the world to the ancient culture of India.… https://t.co/dBYQ0hGZWJ— Bhupendra Patel (@Bhupendrapbjp) December 6, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાણો શું કહ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર લખ્યું- 'માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.'
માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી છે.
વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે.… pic.twitter.com/ZqTh0xbgPl
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 6, 2023
માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી છે.
વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે...
ઉલ્લેખનીય છે કે, ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે - કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે.
આ પણ વાંચો - પોલીસને ઝેરી સિરપની ખાલી બોટલો મળે છે અને યુવકને બે ભરેલી બોટલ મળી ગઈ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ