Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rath Yatra ની તૈયારીઓનો આખરી ઓપ, AMTS અને BRTSના આ રૂટ રહેશે બંધ

Lord Jagannath Rath Yatra: અમદાવાદ માટે કાલનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે. કાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેને લઈને ભક્તોમાં અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ...
rath yatra ની તૈયારીઓનો આખરી ઓપ  amts અને brtsના આ રૂટ રહેશે બંધ

Lord Jagannath Rath Yatra: અમદાવાદ માટે કાલનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે. કાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેને લઈને ભક્તોમાં અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. મળતી વિગતો પ્રમામે કાલે AMTS દ્વારા કેટલાક રૂટને બંધ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, AMTS ના 10 રૂટ બંધ અને તો 71 રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

BRTSના 32 બસ સ્ટેન્ડ બંધ રાખવામાં આવશે

વિગતે વાત કરવામાં આવે તો, BRTSના 4 રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ સાથે સાથે પાંચ બસ રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કાલે (07-07-2024) BRTSના 32 બસ સ્ટેન્ડ બંધ રાખવામાં આવશે. નોંધનીય છે કે, AMTS દ્વારા 6 બસ રૂટને ટૂંકાવી દેવામાં આવ્યા છે, તો સાથે સાથે 10 બસ રૂટને બંધ રાખવામાં આવ્યા છે. ઓન રોડ બસના રૂટની વાત કરવામાં આવે તો તેની સંખ્યા 146 છે અને ઓન રોડ 813 બસ મૂકવામાં આવશે.

Advertisement

શહેરમાં રથયાત્રાને લઈને પ્રજાજોગ સંદેશ

  • રથયાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ બનાવી રાખીએ
  • શહેરના કોટ વિસ્તારમાં આવેલા જુના અને જર્જરિત મકાનો ઉપર ન જવું અને આસપાસ પણ ઊભા ન રહેવું
  • રથયાત્રા દરમિયાન ભીડ વાળી જગ્યાએ ન જવું
  • રથયાત્રા દરમિયાન ધાર્મિક નારા સાથે ચેનચાળા ન કરવા
  • રથયાત્રા દરમિયાન લોકોની ધાર્મિક અસ્થાને ઠેશ ન પહોંચે તેનું ધ્યાન રાખવું
  • રથયાત્રા દરમિયાન અસામાજિક તત્વો અંગે પોલીસને જાણ કરવી
  • રથયાત્રાના રૂટ પર વાહનો પાર્ક ન કરવા
  • રથયાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી સર્જાય તો પોલીસ હેલ્પલાઈન નંબર 100 પર કોલ કરવો

AMTS અને BRTSના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો

આ સાથે મેટ્રોની વાત કરવામાં આવે તો તેના રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મેટ્રોના તમામ રૂય યથાવત અને રાબેતી મુજબ ચાલું રહેશે. ખાસ કરીને AMTS અને BRTSના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કારણે કે, AMTS અને BRTSના કેટલાક રૂટ રથયાત્રાની વચ્ચે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી તકેદારીના ભાગ રૂપે ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.