Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad News : તંત્રના પાપે ખેડૂતો પરેશાન, તંત્ર નિંદ્રાધીન જનતા લાચાર

Ahmedabad News : તંત્રના વાકે જનતાની લાચારીનો સૌથી વિકૃત પુરાવો જોવો હોય તો તમારે આજે જ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની સ્થિતિને જોવી જોઇએ. જીહા, અહીં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. ગામમાં આજે પણ...
ahmedabad news   તંત્રના પાપે ખેડૂતો પરેશાન  તંત્ર નિંદ્રાધીન જનતા લાચાર

Ahmedabad News : તંત્રના વાકે જનતાની લાચારીનો સૌથી વિકૃત પુરાવો જોવો હોય તો તમારે આજે જ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની સ્થિતિને જોવી જોઇએ. જીહા, અહીં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. ગામમાં આજે પણ ચોમાસાનું વરસાદી પાણી સુકાયું નથી. જેના કારણે અહીં ખેડૂતોને ખેતી કરવામાં તકલીફો પડી રહી છે.

Advertisement

તંત્રના પાપે ખેડૂતોને ભારે હાલાકી

ગુજરાત મોડલને આજે સમગ્ર વિશ્વ જાણે છે. જોકે, ઘણીવાર રાજ્યના અમુક વિસ્તારોમાં સ્થિતિ એટલી હદે ખરાબ જોવા મળી જાય છે કે તેની સીધી અસર સામાન્ય નાગરિકોના જીવન પર પડે છે. આવું જ કઇંક અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામમાં થતું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોમાં સ્થિતિ ઘણી ખરાબ છે. જેની અસર સામાન્ય લોકો અને ખાસ કરીને ખેડૂતો પર પડે છે. હાલમાં શિયાળાની ઋતુ ચાલે છે અને આ વિસ્તારોમાં ચોમાસાનું વરસાદી પાણી હજું સુધી સુકાયા નથી. ગુજરાત ફર્સ્ટની ટીમે આ અંગે જ્યારે ખેડૂત સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પાણીના ભરાવાના કારણે હું મારા ખેતરમાં ડાંગરનું વાવેતર કરી શકતો નથી. મે અહીં 2-3 વીઘામાં ડાંગર રોપી છે પણ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નામની કંપનીના કારણે પાણી અહીંથી આગળ જતું નથી. ચોમાસાનું પાણી અહીં ભરાયેલું રહે છે.  ખેડૂતે આગળ કહ્યું કે, છેલ્લા 10-15 વર્ષથી આ સમસ્યાઓ છે, મને ખબર નથી પડતી કે મારે ડાંગર કેવી રીતે રોપવી.

Advertisement

જમીન નથી વેચાતી

ખેડૂતો માટે અહીં ડાંગર રોપવામાં તકલીફો પડી રહી છે. જેના કારણે તેઓ તેમની જમીન વેચવા માંગે છે પણ કોઇ આ જમીનને ખરીદવા પણ માંગતું નથી. એક ખેડૂતે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કહ્યું કે, જે લોકો જમીન ખરીદવાનું કહે છે તેઓ તેની યોગ્ય કિંમત પણ આપતા નથી. આવીને પહેલા જ કહે છે કે અહીંથી પાણી ભરાયેલું છે તો તેના જે થતા હોય તેના કરતા ઓછા આપવા તૈયાર છે. આગળ કહ્યું કે, અમે લોકો કલેક્ટર કચેરી સુધી, હાઈકોર્ટ સુધી જઇને આવ્યા પણ તેમ છતા આ સમસ્યાનું કોઇ નિવારણ આવ્યું નથી. અમને માત્ર આશ્વાસન મળે પણ કઇંજ આગળ થતું નથી.

Advertisement

આ મિલિભગતના કારણે થઇ રહ્યું છે : સ્થાનિક

અન્ય ખેડૂતો સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વાત કરી તો તેઓનું કહેવું છે કે, અમે આ પ્રશ્ને ઘણીવાર રજૂઆતો કરી છે પણ તેના નામે માત્રને માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે. તેટલું જ નહીં અમને કોઇ વળતર પણ મળતું નથી. ખેડૂતોની મોટી મોટી વાતો થાય છે પણ કેમ અમને કોઇ સહાય કરવામાં નથી આવતી. ગુસ્સામાં ભરાયેલા ખેડૂતે કહ્યું કે, આ મિલિભગતના કારણે જ થઇ રહ્યું છે. કહેવાય છે કે, આપણો દેશ ખેતી પ્રદાન છે પણ શું ખરેખર છે. જણાવી દઇએ કે, 15 વર્ષ પહેલાં તળાવનો જે રસ્તો કેનાલ તરફથી જઈને પાણીના નિકાલ માટેનો હતો ત્યાં આજે દિવાલ ઉભી કરી દેવામાં આવી છે. જેને પરિણામે પાણી નિકાલનો કોઈ રસ્તો નથી.

મદદની જગ્યાએ કેસ 

અન્ય એક ખેડૂતનું કહેવું છે કે, સરકાર અત્યારે ઉદ્યોગપતિઓની છે માત્ર કહેવા માટે આપણો દેશ ખેતી પ્રદાન છે. સરકાર અત્યારે માત્ર ઉદ્યોગોનું જ સાંભળી રહી છે. જ્યારે અહીંયા દિવાલો બની રહી હતી ત્યારે ગામના લોકોએ વાત કરી તો તેમણે એટલું આશ્વાસન આપ્યું હતું કે અમે અહીં ડ્રેનેજ લાઈન બનાવીશું અને પાણીને નીકાળી દઇશું. પણ જ્યારે ગામના લોકોએ પાણી ભરાયા બાદ તેમનું ધ્યાન દોર્યું તો મદદની જગ્યાએ કેસ કરવાનું શરૂ થઇ ગયું.

ઉલ્લેખનીય છે કે, ચાચરાવાડી વાસણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. તાજેતરમાં અધિકારીઓ અને ખાનગી કંપનીના પાપે ખેડૂતો ખેતી કરી શકતા નથી. ચાચરાવાડી વાસણા ગામમાં 150 પરીવાર મુશ્કેલીમા મુકાયા છે. જણાવી દઇએ કે, ઢોરઢાંખર પશુ પક્ષીઓ અને ગામનાં વપરાશ માટે 40 વર્ષ પહેલાં ગામમાં તળાવ બનાવાયું હતું.

આ પણ વાંચો - Vibrant Gujarat Global Summit : આ વખતની સમિટ ઐતિહાસિક બની રહેશે, વાંચો શું કહ્યું ઉદ્યોગ મંત્રીએ

આ પણ વાંચો - Urban development-રાજ્યની ૮ નગરપાલિકાઓને એક સાથે ૨૦૮૪ કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.