Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજપૂત સમાજનું છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે ચીટનીશને આવેદન પત્ર

અહેવાલ - તૌફિક શૈખ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરનારા હત્યારા અને અસામાજિક તત્વો અને હત્યા માથે લેનાર હત્યારી ગેંગ સામે કડક હાથે પગલાં લઈ તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કાયદાકીય રીતે સજા આપવા રાજપુત સમાજ ઉત્કર્ષમંડળ...
સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજપૂત સમાજનું છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે ચીટનીશને આવેદન પત્ર

અહેવાલ - તૌફિક શૈખ

Advertisement

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરનારા હત્યારા અને અસામાજિક તત્વો અને હત્યા માથે લેનાર હત્યારી ગેંગ સામે કડક હાથે પગલાં લઈ તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કાયદાકીય રીતે સજા આપવા રાજપુત સમાજ ઉત્કર્ષમંડળ વડોદરા પૂર્વ વિભાગ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઉદ્દેશીને આવેદનપત્ર આજરોજ છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. જેમાં રાજપુત સમાજના મોટાભાગના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Advertisement

આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજપૂત સમાજ તરફથી અમારી રજૂઆત છે કે પાંચમી ડિસેમ્બર 23 ના રોજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારી રાજસ્થાનમાં હત્યા કરવામાં આવી હતી. જે ઘટનાને ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ જે અંતર્ગત અમારી રજૂઆત છે કે ભારત દેશના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજના રજવાડા અને ક્ષત્રિય શાસકો સૈનિકો દ્વારા હિન્દુ પ્રજાના રક્ષા અર્થે બલિદાન આપી 1000 વર્ષ ઉપરાંત રાજ કર્યું છે. અને દેશને વિધર્મીઓના હાથમાંથી બચાવ્યો છે. ત્યારે અત્યારે આપને હિન્દુ રાષ્ટ્ર તરીકે ગર્વથી વિશ્વમાં રાજ કરીએ છીએ. અને અત્યારે પણ ક્ષત્રિય સમાજના દેશભરમાં ક્ષત્રિય ધારાસભ્યો સાંસદો અને કરણી સેના તથા અન્ય ક્ષત્રિય સમાજના સંગઠનો પ્રજાના હિતમાં સામાજિક ધાર્મિક કાર્યો કરી હિન્દુ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે.

Advertisement

ત્યારે પાંચમી ડિસેમ્બર ૨૩ ના રોજ કરણી સેનાના અધ્યક્ષ સુખદેવજી ઘોડામેડી ની હત્યારી ગેંગ કરી ગેંગના સભ્યો દ્વારા ગોળીઓ મારી હત્યા કરવામાં આવી છે. જે અત્યંત દુઃખદ ઘટના કહેવાય યુવા ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે રજૂઆતો કે હત્યા કરનારા અને હત્યા માથે લેનાર હથિયારી ગેંગને જળ મૂળમાંથી ઉખેડી કાઢી હત્યારાઓને તાત્કાલિક ધોરણે શોધી કાઢી કાયદાકીય રીતે યોગ્ય સજા આપી એવો દાખલો બેસાડો કે આ ભારતમાં કોઈપણ સંગઠન દ્વારા આવા કૃત્ય ફરી ન કરે તેવી ક્ષત્રિય સમાજ તરફથી માંગણી આપેલ આવેદનપત્રમાં કરી છે.

આ પણ વાંચો - જો આ ચૂક ન થઈ હોત તો…બચાવી શકાયો હોત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીનો જીવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.