Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના કારણે રાજસ્થાનમાં ખળભળાટ, કરણી સેનાએ આપી ઉગ્ર લડતની ચેતવણી

રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં તણાવનું વાતાવરણ છે. રાજ્યના પોલીસ વડા ક્ષણે ક્ષણે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ થઈ શકે છે તેવી માહિતી છે. કરણી સેનાએ આપી ઉગ્ર લડતની...
સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના કારણે રાજસ્થાનમાં ખળભળાટ  કરણી સેનાએ આપી ઉગ્ર લડતની ચેતવણી

રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં તણાવનું વાતાવરણ છે. રાજ્યના પોલીસ વડા ક્ષણે ક્ષણે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ થઈ શકે છે તેવી માહિતી છે.

Advertisement

કરણી સેનાએ આપી ઉગ્ર લડતની ચેતવણી

Advertisement

આ ઘટના બાદ શ્રી રાજપૂત કરણી સેના તરફથી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. સંગઠનના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે, 'આ સહન કરવામાં આવશે નહીં, રાજસ્થાન સરકાર હવે તૈયાર રહે' .

રાજ્યપાલે DGP સાથે ફોન પર વાત કરી માહિતી મેળવી

Advertisement

બીજી તરફ આ મામલો તેમના ધ્યાન પર આવતા જ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. અગાઉ, મિશ્રાને ઘટનાની માહિતી મળતાની સાથે જ તેમણે DGP પાસેથી ફોન પર હકીકતની માહિતી લીધી હતી. તેમણે રાજ્યમાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, ગુનેગાર કોઈપણ હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સામાન્ય લોકોની સલામતી અને શાંતિ માટે પોલીસ પ્રશાસન દ્વારા અસરકારક અને કાર્યક્ષમ પગલાં ભરવાની ખાસ સૂચનાઓ પણ આપી છે.

આ પણ વાંચો -- Telangana New CM : રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બનશે, 7 ડિસેમ્બરે શપથ લેશે

Tags :
Advertisement

.