Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Accident : જસદણ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

Accident : ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. જસદણમાં (Jasdan )ગમખ્વાર અકસ્માતમાં (Accident )ત્રણ લોકોના મોત થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ આવતી કારે બાઈકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં મામા અને બે ભાણેજના ઘટના સ્થળે મોત...
accident   જસદણ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત  ત્રણના મોત

Accident : ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. જસદણમાં (Jasdan )ગમખ્વાર અકસ્માતમાં (Accident )ત્રણ લોકોના મોત થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ આવતી કારે બાઈકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં મામા અને બે ભાણેજના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના નામ અજય સદાદિયા, કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયા હોવાની માહિતી મળી છે.

Advertisement

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહને PM માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાય છે. જસદણના બાખલવડ ગામ નજીક અકસ્માત મામલે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રે અકસ્માત સર્જાતા બેના મોત થયા હતા. જેમાં ચાર વર્ષની બાળકી અને 27 વર્ષે પુરુષનું મોત થયું હતું. તેમજ આજે વધુ એક આઠ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ છે.

Advertisement

અકસ્માતમાં મામા અને બે ભાણેજના કરૂણ મોત થયા

અકસ્માતમાં મામા અને બે ભાણેજના કરૂણ મોત થયા છે. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું છે. અજયભાઈ સદાસિયા (ઉં.વ.30) પોતાની બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.8) અને માહી રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.4) પોતાની બાઈકમાં બેસાડીને બાખલવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં અજયભાઈ અને માહીનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે કિંજલને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, આજે સવારે તેણે પણ દમ તોડી દીધો હતો.

Advertisement

આ  પણ  વાંચો - યુવાનોને કાળા કાચ વાળી ગાડીમાં દારૂની બોટલો સાથે સિનસપાટા મારવા પડ્યા ભારે, વાંચો અહેવાલ

આ  પણ  વાંચો - Surat Crime Story: પલસાણા પોલીસે ઓનલાઈન સટ્ટા બેટિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક ઝડપી પાડ્યું

આ  પણ  વાંચો - Valsad Crime Story: વલસાડના કોસ્ટલ હાઈવે પર સર્જાયો અકસ્માત, દારૂ ભરેલી કારે રાહદારીને અડફેટે લીધો

Tags :
Advertisement

.