Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ પાર્ટી પર ચૌતરફો પ્રહાર, હવે ભાજપ નેતા ભરત બોઘરાએ પણ લીધી ઝાટકણી

લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકીય નેતાઓના વિવાદાસ્પદ નિવેદન (Controversial Statements) નો સીલસીલો યથાવત છે. પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) થી શરૂ થયું તે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સુધી પહોંચ્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) પોતાના ચૂંટણી ભાષણોમાં ભારતીય જનતા...
કોંગ્રેસ પાર્ટી પર ચૌતરફો પ્રહાર  હવે ભાજપ નેતા ભરત બોઘરાએ પણ લીધી ઝાટકણી

લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકીય નેતાઓના વિવાદાસ્પદ નિવેદન (Controversial Statements) નો સીલસીલો યથાવત છે. પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) થી શરૂ થયું તે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સુધી પહોંચ્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) પોતાના ચૂંટણી ભાષણોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ રાહુલ ગાંધી તાજેરમાં કઇંક એવું બોલી ગયા છે કે, જેથી તેમના પર રાજપૂત સમાજ (Rajput community) નારાજ જોવા મળી રહ્યો છે. તેમના નિવેદન બાદથી ભાજપના નેતાઓ પણ હવે આક્રમકરૂપમાં આવી ગયા છે. રાહુલ ગાંધીના નિવેદન પર હવે ભાજપ નેતા ભરત બોઘરા (Bharat Boghara) એ પણ શાબ્દિક પ્રહાર કર્યો છે.

Advertisement

ભાજપ નેતાનો કોંગ્રેસ પાર્ટી પર શાબ્દિક પ્રહાર

રાજકોટથી શરૂ થયેલો ક્ષત્રિયો વિશેનો વિવાદાસ્પદ ટિપ્પણીનો સીલસીલો હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણીલક્ષી ભાષણમાં કહ્યું હતું કે, ‘પહેલા દેશમાં રાજા-મહારાજાઓનું રાજ હતું. તેઓ જે મનમાં આવે તેમ કરતા હતા. જો કોઈની જમીનની જરૂર હોય તો તે બળજબરીથી લઈ લેતા હતા.’ આ નિવેદન બાદથી તેમના પર ચૌતરફી શાબ્દિક હુમલા થઇ રહ્યા છે. હવે આ અંગે ભાજપના નેતા ભરત બોઘરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી પોતાની માનસિકતા રજૂ કરી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને દેશની ચિંતા નથી, તેમણે શાંતિ ડોહળવાના સતત પ્રયત્નો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીની દેશ વિરોધી માનસિકતાને હવે દેશની જનતા સારી રીતે જાણી ગઇ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પોતાનો શાબ્દિક પ્રહાર કરતા તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી રાજા-રજવાડાઓનું અપમાન કરે છે. જ્યારે રાજા-રજવાડાઓએ તો પોતાની સંપત્તિ દેશ માટે સમર્પિત કરી હતી. ખબર નહીં કોંગ્રેસ આવું કરી કોને ખુશ કરવા માંગે છે. આ પાર્ટી તૃષ્ટીકરણની રાજનીતિથી સત્તામાં આવવા માંગે છે.

Advertisement

રાજપૂત સમાજમાં ભારે આક્રોશ

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેસાયો છે. આ નિવેદન બાબતે રાજપૂત સમાજનું કહેવું છે કે, ‘શું રાહુલ ગાંધી પહેલાના રાજાઓને તાનાશાહ માને છે? રાજપૂત સમાજના રાજાઓએ હંમેશા પોતાની પ્રજાના હિતમાં કાર્યો કર્યા છે. તેમની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું છે. તેવામાં રાહુલ ગાંધીનું આ નિવેદન નિંદનીય છે.’

વિશેષ જાણકારી માટે જુઓ નીચે આપેલો Video

Advertisement

આ પણ વાંચો - રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ, પટેલ અને ક્ષત્રિય સમાજ વિશે કહ્યું…

આ પણ વાંચો - Kshatriya Samaj : સુરેન્દ્રનગર અને આણંદમાં ક્ષત્રિય મહિલાઓએ પારણા કરતાં ઉપવાસ આંદોલન પૂર્ણ

Tags :
Advertisement

.