ANANT AMBANI ના સંગીતમાં ભારતના ખેલાડીઓ શા માટે થયા ભાવુક? વાંચો અહેવાલ
T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત બાદ સૌ કોઈ ભારતની જીતનો જશ્ન મનાવી રહ્યા છે. ભારતમાં લગભગ 17 વર્ષના લાંબા સમય બાદ વર્લ્ડ કપ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ ખાતે યોજાયેલી ફાઇનલમાં, ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને 11 વર્ષ પછી ICC ટાઇટલ જીત્યું, તેથી સમગ્ર ટીમે તેની ઉજવણી કરી. 4 જુલાઈએ બાર્બાડોસથી પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયાએ વિજય પરેડ કાઢી હતી. ત્યારે બીજી તરફ ANANT AMBANI અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં પણ ભારતના આ વિજય માટે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ ભારતના વિજય માટે નીતા અંબાણી દ્વારા ખાસ પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જાણો શું છે સમગ્ર બાબત
ટીમના વિજય માટે કરાઇ ખાસ પૂજા
#WATCH | During the Sangeet celebrations of Anant Ambani and Radhika Merchant, Chairperson of Reliance Foundation Nita Ambani called Team India captain Rohit Sharma and cricketers Suryakumar Yadav, Hardik Pandya on stage and the whole gathering applauded the World Cup winning… pic.twitter.com/s6ITvK2t46
— ANI (@ANI) July 6, 2024
ANANT AMBANI અને રાધિકા મર્ચન્ટના ગઈકાલે સંગીત ફંકશન રાખવામાં આવ્યા હતા. ફંકશનમાં મોટા મોટા કલાકારો હાજર હતા. નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં જસ્ટિન બીબરનો પણ ખાસ શો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી માટે એક ખાસ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને તમામ ખેલાડીઓએ વારાફરતી પૂજા કરી હતી. અંબાણી પરિવારે નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહના દિવસે આ વિશેષ પૂજાનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ તમામ ખેલાડીઓનું સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું.
ભાવુક થાય ખેલાડીઓ
નીતા અંબાણીએ સ્ટેજ ઉપરથી ભારતના જીતની ઉજવણી કરી હતી. તેમણે સમગ્ર સભાની સામે વર્લ્ડ કપ વિજેતા હીરો - કેપ્ટન રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ અને હાર્દિક પંડ્યાના વખાણ કર્યા હતા. આ ત્રણ ખેલાડીને સ્ટેજ ઉપર પણ બોલાવવામાં આવ્યા હતા. તેમના સ્ટેજ ઉપર આવતાની સાથે જ સ્ટેજ ઉપર તાળીઓનો વરસાદ થઈ ગયો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ ખૂબ જ ભાવુક દેખાતા હતા. નીતા અંબાણીએ જણાવ્યું કે આ જીત તેમના માટે કેટલી અંગત છે કારણ કે આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ તેમની મુંબઈ ટીમનો ભાગ છે.
હાર્દિક પંડયાએ વિશે નીતાએ કહ્યું કે..
હાર્દિક પંડયાને પણ આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યો હતો. વિશ્વ કપની સૌથી વધુ રાહ જોવાતી ફાઇનલમાં જીતના ઉત્સાહ તેમજ મેચની રોમાંચક છેલ્લી ઓવરને યાદ કરતાં નીતા અંબાણીએ વર્ણવ્યું કે કેવી રીતે સમગ્ર રાષ્ટ્રે મેચ દરમિયાન શ્વાસ રોકી રાખ્યો હતો. તેમણે હાર્દિક પંડયા વિશે કહ્યું હતું કે - 'કઠિન સમય ટકી શકતો નથી પણ કઠિન લોકો ટકે છે!'
આ પણ વાંચો : ‘Bold, Beautiful And Badass’- ઇલયાના ડી’ક્રૂઝ