પેટ્રોલ-ડીઝલ થઇ જશે 50 રૂ. પ્રતિ લિટર! ભારતને મળી ગયો છે ખજાનો
Petrol Diesel Price Ruduse : દેશમાં મોંઘવારીનો સાપ સમયાંતરે સામાન્ય જનતાને ડંખ મારતો રહે છે. મોંઘવારી (Inflation) વધવા પાછળનું સૌથી મોટું કારણ પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel) માં વધારો કહેવામાં આવે છે. જોકે, છેલ્લા 4 મહિનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. છેલ્લે દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્વે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી પેટ્રોલની કિંમત રાજધાની દિલ્હીમાં 94.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ માત્ર ટ્રેલર જ હતો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે.
બ્રાઝિલથી ભારતને એક મોટું ઊર્જા ભંડાર મળ્યું
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટે તેની રાહ સામાન્ય જનતા હંમેશા જોતી રહે છે ત્યારે હવે તેમના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. મિન્ટના એક સમાચાર અનુસાર, સરકારી તેલ કંપનીઓ બ્રાઝિલથી કાચા તેલની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે લાંબા ગાળાના કરાર કરવા માટે વાતચીત કરી રહી છે. ભારત વિશ્વમાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે અને છેલ્લા કેટલાક સમયથી તેના પુરવઠામાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15,000 કિમી દૂર બ્રાઝિલથી ભારતને એક મોટું ઊર્જા ભંડાર મળ્યું છે. આ ભંડારની શોધ ભારતને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાહત આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સૂત્રોની માનીએ તો સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન બ્રાઝિલની ઓઈલ કંપની પેટ્રોબ્રાસ સાથે વાતચીત કરી રહી છે. બ્રાઝિલ વિશ્વમાં ક્રૂડ તેલનો સાતમો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. ભારતીય કંપનીઓના અધિકારીઓએ એપ્રિલમાં બ્રાઝિલની મુલાકાત લીધી હતી. BPCL હાલમાં તેની રિફાઈનરીઓમાં બ્રાઝિલિયન ક્રૂડ ઓઈલનું પરીક્ષણ કરી રહ્યું છે. ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. જો કે બ્રાઝિલથી કેટલું ક્રૂડ ઓઈલ આયાત કરવામાં આવશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
વાત ચીત સફળ રહી તો ભારતની જનતાને પેટ્રોલ-ડીઝલ માત્ર...
જણાવી દઇએ કે, ભારત એ વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા દેશ છે અને તેની ઊર્જા જરૂરિયાતનો મોટો ભાગ આયાત પર નિર્ભર છે. સૂત્રોનું કહેવું છે કે, ભારતીય કંપનીઓ બ્રાઝિલની કંપની સાથે અલગ-અલગ વાતચીત કરી રહી છે પરંતુ તેની શરતો સમાન હોઈ શકે છે. ભારત પરંપરાગત રીતે પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત કરતું આવ્યું છે કારણ કે તે સસ્તું છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે જ્યારે કંપનીઓ કોન્સોર્ટિયમ તરીકે સોદાબાજી કરે છે, ત્યારે તે તેમના માટે સસ્તું પડે છે. પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં સંઘર્ષ અને હોર્મુઝની ખાડીમાંથી સપ્લાયમાં વિક્ષેપને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે ભારતીય કંપનીઓ બ્રાઝિલથી ક્રૂડ ઓઈલની સપ્લાય માટે વાતચીત કરી રહી છે. જો આ વાતચીત સફળ રહે છે તો આ નવા ભંડારના કારણે ભારતના ઊર્જા ખર્ચમાં ઘટાડો આવી શકે છે, જેનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો આવશે. સૂત્રોની માનીએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમત 50 રૂ. પ્રતિ લિટર થઇ શકે છે.
આ પણ વાંચો - Rule Change : દેશમાં આજથી આ 5 મોટા ફેરફારો લાગુ, દરેકના ખિસ્સાને થશે અસર!
આ પણ વાંચો - Bajaj CNG Bike Launch: ભારતીય કંપનીએ દુનિયાની પ્રથમ CNG Bike બનાવી, આટલી કિંમતમાં 330 કિમી દોડશે