Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રૂડ ઓઈલના ભાવને નિયંત્રણમાં રાખવા UAEએ કસી કમર, આ લીધો નિર્ણય

વિશ્વભરમાં ક્રૂડના ભાવ ચિંતાનો વિષય વબન્યો છે ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને રોકવા માટે ઉત્પાદન વધારવાના પક્ષમાં છે. આ નિવેદન પછી, બ્રેન્ટ ક્રૂડ $2.53 તથા 2.28 ટકા ઘટીને $113.67 પ્રતિ બેરલ થઈ ગયું.સંયુક્ત આરબ અમીરાત (UAE) તરફથી ઉત્પાદન વધારવાના સંકેત પર વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ રેકોર્ડ સ્તરથી 18 ટકા ઘટ્યા હતા. આ ઘટાડા સાથે, બ્રેન્ટ ક્રૂડ ગુરુવારે લગભગ $114 અને યુએસ બેન્ચમાર્ક WTI (વેસ્ટ à
ક્રૂડ ઓઈલના ભાવને નિયંત્રણમાં રાખવા uaeએ કસી કમર  આ લીધો નિર્ણય
વિશ્વભરમાં ક્રૂડના ભાવ ચિંતાનો વિષય વબન્યો છે ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને રોકવા માટે ઉત્પાદન વધારવાના પક્ષમાં છે. આ નિવેદન પછી, બ્રેન્ટ ક્રૂડ $2.53 તથા 2.28 ટકા ઘટીને $113.67 પ્રતિ બેરલ થઈ ગયું.
સંયુક્ત આરબ અમીરાત (UAE) તરફથી ઉત્પાદન વધારવાના સંકેત પર વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ રેકોર્ડ સ્તરથી 18 ટકા ઘટ્યા હતા. આ ઘટાડા સાથે, બ્રેન્ટ ક્રૂડ ગુરુવારે લગભગ $114 અને યુએસ બેન્ચમાર્ક WTI (વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ) $110 પ્રતિ બેરલ પર આવી ગયું. વાસ્તવમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે કાચા તેલની સપ્લાય પર અસર પડી છે. જેને પગલે  7 માર્ચ 2022ના રોજ ક્રૂડ ઓઇલ 14 વર્ષની ટોચે $139.13 પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું.
પુરવઠાની કટોકટી વચ્ચે, યુએઈના રાજદૂતે કહ્યું કે તેઓ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને રોકવા માટે ઉત્પાદન વધારવાના પક્ષમાં છે. આ નિવેદન પછી, બ્રેન્ટ ક્રૂડ $2.53 અથવા 2.28 ટકા ઘટીને $113.67 પ્રતિ બેરલ થઈ ગયું. WTI $1.64 અથવા 1.51% ઘટીને $110.34 થયો.
UAEના ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાના નિર્ણયથી ભારતને વધુ ફાયદો થશે. ભારત તેના 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. હાલમાં જ ક્રૂડ ઓઈલની કિંમત 139 ડોલર પ્રતિએ પહોંચી ગઈ હતી જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના છે. નિષ્ણાતોનું કહેવું છે કે UAE 8 લાખ બેરલ તેલનું ઉત્પાદન વધારી શકે છે. આ રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે પુરવઠાની તંગીના સાતમા ભાગની ભરપાઈ કરશે. આગામી સમયમાં ઈરાન તરફથી સપ્લાયમાં પણ વધારો થવાની ધારણા છે, જેનાથી ક્રૂડ ઓઈલના ભાવ મોરચે વધુ રાહત મળવાની ધારણા છે.
ઉત્પાદક દેશોને એવો પણ ડર છે કે તેલના ભાવમાં વધારાથી માંગ પર નકારાત્મક અસર પડશે. નિષ્ણાતોએ કહ્યું કે, જો મોંઘા ક્રૂડના કારણે અર્થવ્યવસ્થા ધીમી પડશે તો ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો થશે. તેથી ઓપેક દેશો ઉત્પાદન વધારી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.