Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

EXIT POLL ના તારણ પછી શેર બજારમાં જબરજસ્ત ઉછાળો, સેન્સેક્સમાં 2621 પોઇન્ટનો વધારો

SHARE MARKET RALLY AFTER EXIT POLL : લોકસભાની ચૂંટણીના પરિણામ કાલે જાહેર થવાના છે. એ પહેલા EXIT POLL ના પરિણામો જાહેર થયા હતા અને તેના બાદથી જ સોમવારે ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈ સાથે ખુલ્યું હતું. માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સ...
exit poll ના તારણ પછી શેર બજારમાં જબરજસ્ત ઉછાળો   સેન્સેક્સમાં 2621 પોઇન્ટનો વધારો

SHARE MARKET RALLY AFTER EXIT POLL : લોકસભાની ચૂંટણીના પરિણામ કાલે જાહેર થવાના છે. એ પહેલા EXIT POLL ના પરિણામો જાહેર થયા હતા અને તેના બાદથી જ સોમવારે ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈ સાથે ખુલ્યું હતું. માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સ 2621 પોઈન્ટ અને નિફ્ટી 807 પોઈન્ટના બમ્પર વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, હવે ડોલરના મુકાબલે રૂપિયો મજબૂત થયો છે. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દરેક પોલના અનુસાર જીત મેળવી રહી છે.એક્ઝિટ પોલના પરિણામો આવ્યા બાદ બજારના અનુભવી નિષ્ણાતોએ બજારમાં જબરદસ્ત ઉછાળાની આગાહી કરી હતી.જે વાત હવે સાચી ઠરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

EXIT POLL ના તારણ પછી માર્કેટ ખૂલતાની સાથે જ આ શેરમાં જોવા મળ્યો ઉછાળ

લોર્ડ કેપમાં પાવરગ્રીડ શેર (5.44%), NTPC (5.21%), M&M (5.00%), SBI (4.51%), LT શેર (4.38%), IndusInd Bank (4.15%). )

Advertisement

મિડ કેપમાં સમાવિષ્ટ REC લિમિટેડ 7.50%, શ્રીરામ ફાઇનાન્સ 7.07%, હિંદ પેટ્રો 7.03%, PFC 6.78% અને IRFC 5.65%

માર્કેટમાં ઉછાળો આવતાની સાથે જ અદાણીના શેરમાં પણ તેજી

Advertisement

માર્કેટમાં આવેલા આ જોરદાર ઉછાળામાં ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. અદાણીના એન્ટરપ્રાઈઝથી લઈને અદાણી પોર્ટ સુધીના તમામ શેરો જોરદાર વૃદ્ધિ સાથે ખુલ્યા છે. અદાણી ગ્રુપના તમામ શેર લગભગ 15 ટકા વધ્યા છે. અદાણી પાવર શેર 15 ટકા વધીને રૂ. 860ની ઉપર પહોંચ્યો હતો, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 7 ટકા વધીને રૂ. 3,644 પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ પણ વાંચો : GST Collection: કેન્દ્ર સરકારે GSTકલેક્શનના આંકડા જાહેર કર્યા

આ પણ વાંચો : Gautam Adani એ 24 કલાકમાં 45000 કરોડ રૂપિયાની કમાણી કરી

Tags :
Advertisement

.