Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેર બજારમાં ફરી કડાકો, સેન્સેક્સે ગુમાવી 53 હજારની સપાટી

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે વૈશ્વિક સંકેતો વચ્ચે પ્રી-ઓપનિંગમાં બજારમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો . સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ ખરાબ રીતે તૂટ્યું હતું. BSE સેન્સેક્સ 1400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે NSE નિફ્ટીએ 15900ની નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું.રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા યુદ્ધના કારણે નબળા à
શેર બજારમાં ફરી કડાકો  સેન્સેક્સે ગુમાવી 53 હજારની સપાટી
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે વૈશ્વિક સંકેતો વચ્ચે પ્રી-ઓપનિંગમાં બજારમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો . સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ ખરાબ રીતે તૂટ્યું હતું. BSE સેન્સેક્સ 1400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે NSE નિફ્ટીએ 15900ની નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું.
રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા યુદ્ધના કારણે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસની શરૂઆતની સાથે જ શેરબજાર ખરાબ રીતે તૂટી ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1404 પોઈન્ટ અથવા 2.58 ટકાના ઘટાડા સાથે 52,930 પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 380 પોઈન્ટ ઘટીને 15,866ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યો હતો.
4 માર્ચે એટલે કે શુક્રવારે સતત ત્રીજા દિવસે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટી લગભગ 1.5 ટકાના ઘટાડા  સાથે બંધ થયો હતો. યુક્રેન-રશિયા યુદ્ધની બગડતી સ્થિતિ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો બજાર પર દબાણ બનાવી રહી છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે માર્કેટમાં IT સિવાય તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. સૌથી વધુ વેચવાલી બેન્ક ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી અને મેટલમાં જોવા મળી હતી.છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 769 પોઈન્ટ ઘટીને 54,334 પર બંધ થયો હતો. જયારે  નિફ્ટી 253 પોઈન્ટના ઘટાડા સાથે 16,245ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીએ સ્પિનિંગ ટોપ પેટર્ન દર્શાવી છે જે બજારમાં અનિશ્ચિતતા દર્શાવે છે. ગયા અઠવાડિયે નિફ્ટી 2.5 ટકા ઘટ્યો હતો. 
રશિયાના તેલ અને ગેસ પર અમેરિકાના પ્રતિબંધોની આશંકાથી ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રુડનો ભાવ 13 વર્ષની ટોચે પહોંચ્યો છે હાલમાં ક્રૂડની કિંમત 126 ડોલર પ્રતિ બેરલએ પહોંચ્યો છે. 4 માર્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં રૂ. 7,631.02 કરોડનું વેચાણ કર્યું હતું. બીજી બાજુ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આ દિવસે રૂ. 4,738.99 કરોડની ખરીદી કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.