Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share Market Highlights: Sensex માં સતત બીજા દિવસે જૂન મહિનાનો રોકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો

Share Market Highlights: આ સપ્તાહના અને Lok Sabha Election Result 2024 ના આવ્યા બાદ સતત બીજા દિવસે પણ શેરબજારમાં રોકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો હતો. ત્યારે આજરોજ BSE ના Sensex માં આ મહિનાનો સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. તો બીજી તરફ...
share market highlights  sensex માં સતત બીજા દિવસે જૂન મહિનાનો રોકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો

Share Market Highlights: આ સપ્તાહના અને Lok Sabha Election Result 2024 ના આવ્યા બાદ સતત બીજા દિવસે પણ શેરબજારમાં રોકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો હતો. ત્યારે આજરોજ BSE ના Sensex માં આ મહિનાનો સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. તો બીજી તરફ NSE Nifty માં રેકોર્ડ બ્રેક નફો જોવા મળી રહ્યો છે.

Advertisement

  • NSE Nifty આજે 23,290 ની સપાટીએ પહોંચ્યો છે

  • બપોરના સમયે Sensex 1600 નો આંકડો અડી ચૂક્યો હતો

  • Paytm ના શેરમાં 10% ના વધારો સાથે તેની કિંમત 318.30

ત્યારે આજરોજ Sensex માં 1618 પોઈન્ટ સાથે 76,693.36 ના આંકડા સાથે બંધ થયો હતો. આ વધારો જૂન મહિનાનો રેકોર્ડ બ્રેક વધારો નોંધવામાં આવ્યો છે. તો ત્યારે NSE Nifty આજે 23,290 ની સપાટીએ પહોંચ્યો છે. જોકે જ્યારે Lok Sabha Election Result 2024 ના દિવસે લાખો રોકાણકારો અને ઉદ્યાગપતિઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું. પરંતુ છેલ્લા બે દિવસથી જે રીતે શેર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો, તેના કારણે Lok Sabha Election Result 2024 ના દિવસે થયેલું નુકસાનની ભરપાઈ થઈ રહી છે.

બપોરના સમયે Sensex 1600 નો આંકડો અડી ચૂક્યો હતો

sensex all time high within 2.16% at 76,693.36 poits and NSE nifty surge over 2.05 %

Share Market Highlights

Advertisement

જોકે આજરોજ વહેલી સવારે શેરબજારમાં Sensex 75,031.79 ની સપાટી ખુલ્યો હતો. પરંતુ જેમ સમય પસાર થતો રહ્યો તેવી રીતે તેમાં વધારો નોંધાવા લાગ્યો હતો. તો બપોરના સમયે Sensex 1600 નો આંકડો અડી ચૂક્યો હતો. તો શેરબજાર બંધ થાય તે પહેલા Sensex માં 2.16% નો વધારો નોંધાયો છે. તો NSE Nifty માં 2.05 % નો વધારો નોંધાયો છે.

Paytm ના શેરમાં 10% ના વધારો સાથે તેની કિંમત 318.30

તે ઉપરાંત આજરોજ Paytm ના શેરમાં 10% નો વધારો નોંધાયો છે. ત્યારે Paytm ના શેરમાં 10% ના વધારો સાથે તેની કિંમત 318.30 થઈ ગઈ છે. તો Larg Mid Cap ના શેર ધરાવતી કંપનીઓના શેરમાં Mahindra & Mahindra Share માં 5.84%, Wipro Share માં 5.11%, Tech Mahindra Share માં 4.57%, L&T Finance Share માં 5.91% અને Vodafone Idea Share માં 5.67% નો આજે વધારો નોંધાયો છે.

Advertisement

આ પણ વાંચો: RBI : કોની સરકાર બનશે ? ની ચર્ચા વચ્ચે લોનધારકો માટે RBI નો મહત્ત્વનો નિર્ણય

Tags :
Advertisement

.