Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રખડતા ઢોરનો ત્રાસ આજે પણ યથાવત, અડફેટે લેતા એક શખ્સનું મોત

રાજકોટમાં રખડતા ઢોર અડફેટે મોતમાં પ્રથમ ફરિયાદ નોંધાઈયુનિવર્સિટી પોલીસ મથકમાં ઢોર માલિક સામે નોંધાઈ ફરિયાદઅજાણ્યા ઢોર મલિક સામે નોંધાયો ગુનોરાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ આજે પણ યથાવત છે. આ રખડતા ઢોરના કારણે રોજ કોઇને કોઇ જગ્યાએ ઘટનાઓ બને છે અને તેનો ભોગ કોઇને કોઇ રીતે સામાન્ય જનતાને બનવું પડી રહ્યું છે. આવી ઘટનામાં ક્યારેક લોકો ઈજાગ્રસ્ત થાય છે તો ક્યારેક આ ઘટનામાં મોત પણ થયું à
03:30 AM Nov 16, 2022 IST | Vipul Pandya
  • રાજકોટમાં રખડતા ઢોર અડફેટે મોતમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ
  • યુનિવર્સિટી પોલીસ મથકમાં ઢોર માલિક સામે નોંધાઈ ફરિયાદ
  • અજાણ્યા ઢોર મલિક સામે નોંધાયો ગુનો
રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ આજે પણ યથાવત છે. આ રખડતા ઢોરના કારણે રોજ કોઇને કોઇ જગ્યાએ ઘટનાઓ બને છે અને તેનો ભોગ કોઇને કોઇ રીતે સામાન્ય જનતાને બનવું પડી રહ્યું છે. આવી ઘટનામાં ક્યારેક લોકો ઈજાગ્રસ્ત થાય છે તો ક્યારેક આ ઘટનામાં મોત પણ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરતા હાઇકોર્ટની ટકોર બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજકોટમાં રખડતા ઢોરના કારણે એક મોટી ઘટના બની છે. 
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા ત્રિલોક પાર્કમાં રહેતા અને બેડી યાર્ડમાં કમિશ્નર એજન્ટ રસિકભાઈ ઠકરાર ગત 8 તારીખે વહેલી સવારે દૂધ લેવા નિકળ્યા હતા, ત્યારે ગાયે રસિકભાઈને અડફેટે લીધી હતી, ત્યારે સ્થાનિક લોકોએ બહુ બચાવવાનો પ્રયાસ કર્યો બાદમાં ટ્રેકટર આડું નાખ્યું ત્યારે ગાય ભાગી હતી. જોકે, બાદમાં રસિકભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અહીં રસિકભાઈને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. રસિકભાઈના મોત થતા જ પરિવારમાં ગમગીની ફેંલાઈ છે.
પોલીસ ફરિયાદ માલિક સામે નોંધાઈ ફરિયાદ
રસિકભાઈના મોત બાદ યુનિવર્સિટી પોલીસના જમાદાર અલ્પેશભાઈ તપાસ હાથ ધરી અને રસિકભાઈના પુત્ર વૈભવ ઠકરાર દ્વારા ઢોર માલિક સામે ફરિયાદ નોંધાવી ઢોરના અજાણ્યા માલિક સામે ફરિયાદ નોંધાવી છે. જોકે, ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ઢોર મલિકને શોધવા પ્રયાસો શરૂ કર્યા છે.
આ પણ વાંચો - મહેશ વસાવાએ ડેડીયાપાડા સીટ પર હાર મેળવાની બીકે પિતાની બેઠક ઉપર જમાવ્યો કબ્જો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
attackCattlecowDeadGujaratFirstInjured
Next Article