Rajkot: સમૂહ લગ્નના આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું!જાણો શું છે હકીકત
- મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા નીકળ્યો BJPનો કાર્યકર
- ભાજપનો ખેસ પહેરેલો ફોટો લાગ્યો ગુજરાત ફર્સ્ટ હાથ
- લોકોથી બચવા ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં થયો દાખલ
Rajkot: રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન (Mass Marriage)નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કુલ 28 યુગલોના લગ્ન કરવા માટે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપેલા સમય પ્રમાણે જાન લઈને વરપક્ષ વાળા અને કન્યા પક્ષાના લોકો આવી પણ ગયાં હતા. પરંતુ આયોજકો ફરાર થઈ ગયાં હોવાની વિગતો સામે આવી. સમૂહ લગ્નમાં આવેલા વરઘોડિયાઓની આંખમાં આંસુ જોવા મળ્યાં હતા. તેમની વેદનના આંખોથી છલકાઈ રહીં હતી. જો કે, બાદમાં રાજકોટ પોલીસ (Rajkot Police)એ આવીને સમૂહ લગ્ન કરાવ્યાં પણ ખરા પરંતુ ફરાર આરોપીઓનું શું? આ અંગે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મૂળ વાત તો એ છે કે, સમૂહ લગ્નના મુખ્ય આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે.
આ પણ વાંચો: Rajkot : સમૂહલગ્નમાં આયોજકો ફરાર! ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા આ આદેશ
લોકોથી બચવા ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં થયો દાખલ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનો મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા BJPનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો હોય તેવો ફોટો ગુજરાત ફર્સ્ટને હાથે લાગ્યો છે. ચોંકાવનારી વાત એ પણ છે કે, લોકોથી બચવા મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાએ બીમાર હોવાનું સ્ટેટસ લગાવ્યું હતું. હોસ્પિલમાં દાખલ હોવાનું ચંદ્રેશ છત્રોલાનું વોટ્સઅપ સ્ટેટસ સામે આવ્યું હતું. તપાસ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા બીજેપીનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Rajkot : રાત સુધી હાજર રહેલા આયોજકો સવારે અચાનક 'છૂમંતર' ! સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં હોબાળો
આયોજકો ચંદ્રેશ અને દિલીપના ઘરે લાગેલા છે તાળા
અત્યારે સમૂહ લગ્નના આયોજકો ચંદ્રેશ અને દિલીપના ઘરે તાળા લાગેલા જોવા મળ્યાં છે. પ્રશ્ન એ પણ થાય છે કે, જો તે ખરેખર બીમાર છે અને કોઈ સમૂહ લગ્નના નામ કૌભાંડ નથી કર્યું તો પછી ઘરે શા માટે તાળા લાગ્યાં છે? ઘરે તાળા લાગેલા હોવાથી અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. ગરીબ પરિવારની દીકરીઓ સાથે આ સૌથી મોટો અન્યાય થયો છે. કારણે કોઈ પણ દીકરી માટે તેના લગ્ન એ તેના જીવનો સૌથી મહત્વનો પ્રસંગ હોય છે, તેમાં પણ આવા લોકો પૈસા રળવાનું કામ છે? આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો અત્યારે ઉગ્ર માંગણીઓ પણ કરી રહ્યાં છે. શું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો એટલે આવા કામ કરવાનું લાયસન્સ મળી જાય છે? આવા સવાલો અત્યારે દરેક લોકો કરી રહ્યાં છે.