Rajkot માં હાર્ટએટેકની ઘટનાઓથી મચ્યો હાહાકાર! 72 કલાકમાં 7 લોકોને મોત
- રાજકોટમાં હાર્ટએટેકની ઘટના બની ઘાતક
- માત્ર 72 કલાકમાં 7 લોકોના મૃત્યુ થયા
- મોટાભાગે 50 થી 60 વર્ષીય લોકોના મૃત્યુ થયા
Rajkot News: રાજકોટમાં હાર્ટએટેકની ઘટનાઓ ઘાતક બની રહી છે. રાજકોટમાં હાર્ટએટેક(heart attack)થી 7 લોકોના મૃત્યુ થયા છે. માત્ર 72 કલાકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં હાર્ટએટેકથી 7 લોકોના મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો છે. શહેરના કોઠારિયા, ગાંધીગ્રામ, શાપર વેરાવળ, વેલનાથપરા સહિતના વિસ્તારોમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા સામે આવ્યા છે. હાર્ટએટેકથી મોટાભાગે 50 થી 60 વર્ષીય લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેકથી 6 પુરુષ અને 1 મહિલાનું મૃત્યુ થયું છે.
શિયાળામાં આ કારણથી વધે છે હાર્ટ એટેકના કેસ ?
ઠંડીમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં પણ ઝડપથી વધારો થાય છે. ત્યારે મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય કે ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ શા માટે વધી જાય છે ? તો તમને જણાવી દઈએ કે શિયાળાના કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેના કારણે બ્લડપ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.
આ પણ વાંચો -રાજકોટથી પ્રયાગરાજ જવા નીકળી ખાસ પેકેજ બસ, મહાનુભાવોએ યાત્રા આરામદાયક અને સફળ રહે તેવી શુભેચ્છા પાઠવી
સિવિલમાં દવાની અછત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી સહિતની દવાઓનો સ્ટોક ખાલી થઈ ગયો છે. દર્દીઓ હોસ્પિટલ કેમ્પસના મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ દર્દીઓની હાલત કફોડી બની છે. ડાયાબિટીસ માટેની ટેનાલીગ્લ્યિયરટીન ટેબ્લેટ, તાણ આંચકી માટેની લેવીટીરામસિટામ, બ્લડપ્રેશર માટેની સ્પાયરોનોલેક્ટોન, માનસિક બીમારી માટેની અધાથાયોપિન, વિટામિન ડી સીરપ દરદીઓને મળતું નથી. દર્દીઓ બહારના મેડિકલમાંથી દવાઓ ખરીદવા મજબૂર બન્યા છે. અગાઉ પણ થેલેસેમીયા સહિત અનેક ઇન્જેક્શન અને દવાઓને લઈ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હતી.