જ્ઞાન પ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી, જલારામ બાપા પરના નિવેદનથી ફેલાયો આક્રોશ
- જ્ઞાન પ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ
- રઘુવંશી સમાજમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ
- રઘુવંશી અસ્મિતા સમિતિના રાકેશ દેવાણીનું મોટું નિવેદન
Gyan Prakash Swami statements on Jalaram Bapa: સ્વામિ નારાયણ સંપ્રદાયના એક મોટા સાધુ જેમનું નામ જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેવો વિવાદમાં આવ્યાં છે. જ્ઞાન પ્રકાશ સ્વામી અમરોલી ખાતેની એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશેની એક વિવાદાસ્પદ ટીપ્પણીથી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. તેમની આ ટીપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ મચી ગયો છે. જ્ઞાન પ્રકાશ સ્વામી એ સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે.
ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાંઃ જ્ઞાન પ્રકાશ સ્વામી
જ્ઞાન પ્રકાશ સ્વામી એ સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યાં હતાં કે સ્વામી મારો એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તને પ્રસાદ મળે..., જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા...ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં કે તમારો ભંડાર કાયમને માટે ભર્યો રહેશે’. નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોનું મન દુઃખી ગયું છે.
આ પણ વાંચો: આણંદની કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખાની બેદરકારી! બોરસદની નવી શરતની જમીનમાં ગેરરીતિની આશંકા
જ્ઞાન પ્રસાદ સ્વામી વિરપુરમાં દંડવત કરીને માફી માંગેઃ રાકેશ દેવાણી
જ્ઞાન પ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્વામીના આ નિવેદન પર રઘુવંશી અસમિતીના રાકેશ દેવાણીનો એ સ્પષ્ટ જવાબ આવ્યો છે કે, "જ્ઞાન પ્રકાશ સ્વામી આજે બફાટ કરી રહ્યા છે અને આ માટે તેમને દંડવત કરીને માફી માગવી જોઈએ. જો તેઓ માફી નહિ માંગે, તો આપણે સડક પર ઉતરીને આ વિરોધ કરશું."
આ પણ વાંચો: સામે સિંહ અને હાથમાં કેમેરો, ગીર નેશનલ પાર્કમાં રોયલ સફારી કરતા PM મોદીનો અનોખો અંદાજ
ભોજલરામબાપાની પ્રેરણાથી સદાવ્રત અન્નક્ષેત્ર શરૂ છેઃ ભરત જયસુખરામ ચાંદ્રાણી
જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટ પર જલારામ બાપાના પરિવારએ પણ સ્પષ્ટતા કરી છે. ભરત જયસુખરામ ચાંદ્રાણીએ કહ્યું કે, ભોજલરામ બાપા જલારામબાપાના ગુરૂ હતા, ભોજલરામબાપાની પ્રેરણાથી સદાવ્રત અન્નક્ષેત્ર શરૂ છે. વિરપુરમાં 205 વર્ષ પહેલા સદાવ્રત અન્નક્ષેત્રની શરૂઆત થઈ હતી. બાપાને માનનારા ભક્તો જાણે છે, અને આજ સત્ય છે. આજ બાપાનું સત્ય છે, આથી વિશેષ બીજી વાતો સત્યથી દૂર રહેવું. જલારામ બાપા રામનું રટણ કરતા, ભૂખ્યાને ભોજન આપતા હતાં.