Jetpur: છૂટાછેડાનો ખાર રાખી સાઢુભાઇ ઉપર પાવડા વડે હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો
- આરોપીએ ફરિયાદીને પાવડાના હાથા વડે કર્યો હુમલો
- હુમલો કરી આરોપી ફરાર થઈ જતાં ફરિયાદ નોંધાઈ
- જેતપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
Jetpur: જેતપુર શહેરના જુનાગઢ રોડ પર આવેલ પાઉભાજીની દુકાન ચલાવતા યુવક પર પોતાના સાઢુભાઈએ હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ જેતપુર પોલીસ મથકે નોંધાવી હતી. બનવાની વિગતો મુજબ મૂળ ભેંસાણના રાણપુરમાં રહેતા અને જેતપુર-જૂનાગઢ રોડ પર પાઉભાજી નામની દુકાન ચલાવતા કિરીટભાઈ જમનભાઈ ત્રાડા (ઉ.વ.૩૯)એ જેતપુર સીટી પોલીસમાં નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેમના કાકાજી સસરા નાથાભાઈ બચુભાઈ સતાસીયાના સંતાનોના લગ્ન જેતપુરના દેરડી ગામે સામે-સામે કરેલ હતો.
આ પણ વાંચો: Ahmedabad: ધોળકા તાલુકામાં ચોરીના ઈરાદે આવેલા શખ્સે કરી વૃદ્ધાની કરપીણ હત્યા
છુટાછેડા થઈ સાઢુભાઈએ રાખ્યો હતો ખાર
નોંધનીય છે કે, લગ્ન બાદ તેમના સાઢુભાઈ દિવ્યેશને બરાબર ઘર સંસાર ચાલતો નહીં અને આ બન્ને જણાનો સંબંધ છુટ્ટો કરવાની વાત આવ્યાં હતાં. જેથી ફરિયાદના કાકાજી સસરાએ ફરિયાદીની સલાહ લીધી હતી, જેથી તેઓને છુટ્ટુ કરી નાખવાની સલાહ આપેલ હતી. જે બાદ બે મહિનામાં સંબંધ પુરો કરી નાખેલ હતો. તે બાદ છુટાછેડા થઈ જતા ફરિયાદીના સાઢુભાઈ ખાર રાખતો હોવાનું સામે આવ્યું હતું. ગઈકાલે સાંજના સવા સાતેક વાગ્યાની આસપાસ ફરિયાદી પોતાના ધંધા ખાતે હાજર હતો ત્યારે તેમના સાઢુભાઈ એટલે કે છૂટાછેડા થયેલ વ્યકિત દિવ્યેશ ઉઘાડ પાવડાનો હાથો લઈ આવ્યા અને કાંઈ બોલ્યા વગર એક ઘા માર્યાં હતાં.
આ પણ વાંચો: શું તમે માનશો કે CIBIL સ્કોર કોઈના લગ્નમાં બાધા બની શકે? વાંચો આ ચોંકાવનારી ઘટના
હુમલો કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો
મળતી વિગતો પ્રમાણે આરોપીએ ફરિયાદીને એક ઘા માથાના ભાગે તેમજ બીજો ઘા ડાબી બાજુ કાન પાસે મારતા સામાન્ય ઈજા થયેલ હતી. આ હુલમા બાદ ફરિયાદી બચવા માટે ડાબો હાથ આડો રાખેલ તો બે-ત્રણ ઘા મારા ડાબા હાથની કલાઈ ઉપર માર્યા હતાં અને ત્યારબાદ આરોપી ત્યાંથી નાસી ગયો હતો. નોંધનીય છે કે, અત્યારે ફરિયાદીની ફરિયાદ પરથી જેતપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. હવે આગળ કેવી કાર્યવાહી થશે તે જોવું રહ્યું.