Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024:નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ,PM મોદીએ પાઠવ્યા અભિનંદન

PMમોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો ભારતે અત્યાર સુધી કુલ 5 મેડલ  Paris Olympic 2024:પેરિસ ઓલિમ્પિક(Paris Olympic 2024)માં જેવલીન થ્રો સ્ટાર નીરજ ચોપરા(Neeraj Chopra)એ સિલ્વર મેડલ જીત્યો છે. જેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર...
paris olympic 2024 નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ pm મોદીએ પાઠવ્યા અભિનંદન
  1. PMમોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા
  2. નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો
  3. ભારતે અત્યાર સુધી કુલ 5 મેડલ 

Paris Olympic 2024:પેરિસ ઓલિમ્પિક(Paris Olympic 2024)માં જેવલીન થ્રો સ્ટાર નીરજ ચોપરા(Neeraj Chopra)એ સિલ્વર મેડલ જીત્યો છે. જેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)એ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે અને તેના વખાણ કર્યા છે. આ ઓલિમ્પિકમાં તમામ ચાહકોને આશા હતી કે, ટોક્યોની જેમ જેવલીન થ્રોની ફાઈનલમાં ભાગ લઈ રહેલા નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થશે, પરંતુ મેડલ ઈવેન્ટમાં તેમણે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં નીરજે કુલ 6 પ્રયાસોમાં પાંચ ફાઉલ કર્યા હતા પરંતુ તે તેના બીજા પ્રયાસમાં 89.45 મીટરનો થ્રો ફેંકવામાં સફળ રહ્યો હતો. સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજની પહેલી પ્રતિક્રિયા પણ બહાર આવી છે જેમાં તેણે પોતાની ઈજા વિશે પણ વાત કરી હતી.

Advertisement

નીરજ આવનારા ખેલાડીઓને ગૌરવ અપાવશે: PM

વડાપ્રધાન મોદીએ X પર અભિનંદન આપતા લખ્યું કે, ‘નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું મૂર્ત સ્વરૂપ છે. વારંવાર તેણે પોતાની શ્રેષ્ઠતા દર્શાવી છે. દેશ ઘણો ખુશ છે કે તેણે ફરી એકવાર ઓલિમ્પિકમાં સફળતા હાંસલ કરી છે. આ સાથે, PMએ તેમને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ આવનારા અસંખ્ય ખેલાડીઓને તેમના સપના પૂરા કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપતા રહેશે.

Advertisement

આ પણ  વાંચો -Paris Olympic 2024 : હોકી ટીમના શાનદાર પ્રદર્શનના PM મોદીએ કર્યા વખાણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ અભિનંદન પાઠવ્યા

Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવા બદલ નીરજ ચોપરાને હાર્દિક અભિનંદન. તે સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લિટ છે. દેશને તેના પર ગર્વ છે. તેમની સિદ્ધિ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. ભારતને આશા છે કે, નીરજ ચોપરા ભવિષ્યમાં વધુ મેડલ જીતશે.

આ પણ  વાંચો-Paris Olympic 2024 : જ્વેલિન થ્રોમાં ભારતના Neeraj Chopra એ જીત્યો સિલ્વર

હું જ્યારે પણ થ્રો કરવા જતો ત્યારે મારું 60-70 ટકા ધ્યાન મારી ઈજા પર હતું: નીરજ

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યા બાદ આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, જ્યારે પણ તે થ્રો માટે દોડવાનું શરૂ કરે છે ત્યારે તેનું 60 થી 70 ટકા ધ્યાન ઈજા પર રહેતું હરું. આજે મેડલ ઈવેન્ટમાં મારી રેસ સારી ન હતી અને સ્પીડ પણ થોડી ધીમી હતી. આ સમસ્યા સાથે સંઘર્ષ કરતી વખતે જે બધુ કરવું જોઈએ તેમ હતું તે બધું જ કર્યું છે. મારી પાસે સર્જરી કરાવવાનો સમય નહોતો તેથી હું મારી જાતને સતત આગળ વધારી રહ્યો હતો.

જેવલિન થ્રોની આ મેડલ ઈવેન્ટમાં પાકિસ્તાનના અરશદ નદીમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા, જેમણે 92.97 મીટરનો થ્રો ફેંક્યો, જે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી વધુ મીટરનો થ્રો પણ હતો. અરશદના આ થ્રો પર નીરજ ચોપરાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું 2010થી અરશદ સામે રમી રહ્યો છું અને આજે પહેલીવાર હાર્યો છું. આ એક રમત છે અને આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. જ્યાં સુધી આપણા શરીરમાં તાકાત છે ત્યાં સુધી અમે એશિયન સર્વોપરિતા જાળવી રાખવાનો પ્રયાસ કરીશું. હું શીખ્યો છું કે તમારી માનસિકતા સૌથી મોટી વસ્તુ છે.

Tags :
Advertisement

.