વિજેતા ઉમેદાવારોએ ધારાસભ્ય બનવા માટે અનુસવી પડે છે આ પ્રક્રિયા, જાણો
વિજેતા ઉમેદવાર તરત ધારાસભ્ય નથી બનતાચૂંટણી જીત્યા બાદ એક ચોક્કસ પ્રોસેસ હોય છેશપથ લીધાં બાદ જ તે ધારાસભ્ય બને છેગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ચુક્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપને 156 સીટો મળી છે. તો કોંગ્રેસ માત્ર 17 સીટો પુરતી સિમિત થઈ ગઈ છે. કોંગ્રેસનું ગુજરાતમાં અત્યાર સુધીનું આ સૌથી કંગાળ પ્રદર્શન છે. જ્યારે બીજી તરફ જીતના મોટા
- વિજેતા ઉમેદવાર તરત ધારાસભ્ય નથી બનતા
- ચૂંટણી જીત્યા બાદ એક ચોક્કસ પ્રોસેસ હોય છે
- શપથ લીધાં બાદ જ તે ધારાસભ્ય બને છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ચુક્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપને 156 સીટો મળી છે. તો કોંગ્રેસ માત્ર 17 સીટો પુરતી સિમિત થઈ ગઈ છે. કોંગ્રેસનું ગુજરાતમાં અત્યાર સુધીનું આ સૌથી કંગાળ પ્રદર્શન છે. જ્યારે બીજી તરફ જીતના મોટા દાવા કરતી આમ આદમી પાર્ટીના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે અને આમ આદમી પાર્ટી સીટો જીતી છે.
ચોક્કસ પ્રક્રિયા અનુસરવી પડે છે
ચૂંટણીના પરિણામ આવતાની સાથે જ ઉજવણીઓ શરૂ થઈ જાય છે પણ બંધારણની જોગવાઈઓ મુજબ ચૂંટણી જીતનારો ઉમેદવાર ધારાસભ્ય બની જતો નથી. ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય બનવા માટે વિજેતા ઉમેદવારે એક ચોક્કસ પ્રક્રિયા અનુસરવાની હોય છે અને તે બાદ જ તે વિજેતા ઉમેદવાર ધારાસભ્ય બને છે.
રિટરનિંગ ઓફિસરનું પ્રમાણપત્ર
વિજેતા ઉમેદવાર માટે જીતની ઉજવણીના મહત્વની સાથે જ અન્ય એક જરૂરી બાબત હોય તો તે છે એક પ્રમાણપત્ર. મતગણતરી થઈ હોય ત્યાંના રિટર્નિંગ ઓફિસર વિજેતા ઉમેદવારને એક સર્ટિફિકેટ આપે છે. આ સર્ટિફિકેટમાં વિજેતા ઉમેદવારનું નામ, તેના પક્ષનું નામ અથવા તો અપક્ષ હોય તો તેનો ઉલ્લેખ, જે સીટ પરથી ચૂંટણી જીત્યા તેની વિગત અને મેળવેલા મત, જેવી માહિતી લખેલી હોય છે. આ પ્રમાણપત્ર જ વિજેતા ઉમેદવાર માટે જીતનો સરકારી પુરાવો છે. જે અત્યંત મહત્વનો છે.
જીતના પુરાવો
રિટર્નિંગ ઓફિસરે આપેલું પ્રમાણપત્ર લઈ ઉમેદવારે એક સમય મર્યાદામાં વિધાનસભા સચિવાલય જીતના પુરાવા તરીકે આ પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે. વિજેતા ઉમેદવાર શપથ ન લે ત્યાં સુધી તેને ધારાસભ્ય તરીકેના તેને લાભ મળતા નથી.
શપથ લેવામાં આવે છે
વિધાનસભાની પહેલી બેઠકમાં વિજેતા ઉમેદવાર સભાના સંચાલન માટે પ્રોટેમ સ્પીકરની વરણી કરવામાં આવે છે. જે પ્રોટેમ સ્પીકર વિજેતા ઉમેદવારને ધારાસભ્ય પદના શપથ લેવડાવે છે. શપથ બાદ વિધાનસભા સચિવાલયના દસ્તાવેજ પર સહી કરતાં જ જે-તે વિજેતા ઉમેદવાર સત્તાવાર રીતે ધારાસભ્ય બને છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement