લીંબુનો ભાવ આટલો બધો કેમ વધી ગયો? જાણો એક ક્લિક કરીને
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે લગભગ તમામ ચીજ-વસ્તુઓના ભાવ વધી ગયા છે. ખાસ કરીને આ ઉનાળામાં સોથી વધુ વપરાતું લીંબુ પણ મોંઘુ થઇ ગયું છે. કહેવાય છે કે, લીંબુના ભાવ વધવા પાછળ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જવાબદાર છે. ઉનાળામાં સુરજમાંથી સતત આગ ફેંકતી ગરમીમાં લીંબુની ડિમાન્ડ સતત વધી રહી છે. આજે પરિસ્થિતિ એવી બની છે કે જે લીંબુ પહેલા 50 રૂપિયામાં મળતા હતા તે આજે 200થી
Advertisement
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે લગભગ તમામ ચીજ-વસ્તુઓના ભાવ વધી ગયા છે. ખાસ કરીને આ ઉનાળામાં સોથી વધુ વપરાતું લીંબુ પણ મોંઘુ થઇ ગયું છે. કહેવાય છે કે, લીંબુના ભાવ વધવા પાછળ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જવાબદાર છે.
ઉનાળામાં સુરજમાંથી સતત આગ ફેંકતી ગરમીમાં લીંબુની ડિમાન્ડ સતત વધી રહી છે. આજે પરિસ્થિતિ એવી બની છે કે જે લીંબુ પહેલા 50 રૂપિયામાં મળતા હતા તે આજે 200થી 400 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઇ રહ્યા છે. શાકભાજીના વેપારીઓના જણાવ્યા અનુસાર, ભાવ વધવાથી નફો ઘટી રહ્યો છે અને વેચાણ પણ ઘટી રહ્યું છે. વધતી મોંઘવારીના કારણે સામાન્ય માણસના ખિસ્સામાં આગ લાગી છે. પેટ્રોલ-ડીઝલ, CNG, PNG અને LPGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે વાહનવ્યવહાર પણ મોંઘો થયો છે. જેના કારણે ફળો અને શાકભાજીના ભાવ બમણા થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગુજરાતમાં પણ શાકભાજીના ભાવ આસમાને છે, જેના કારણે લોકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ બીજું લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજી અને ફળોના ભાવમાં વધારાને કારણે લોકો તેને ખરીદવાનું પણ ટાળી રહ્યા છે. જેના કારણે દુકાનદારોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અચાનક ભાવ વધારો થવા પાછળ લોકો અલગ-અલગ તર્ક આપી રહ્યા છે. આવો જાણીએ કે ભારતમાં લીંબુ અને અન્ય શાકભાજીના ભાવ અચાનક કેમ વધી રહ્યા છે?
ગત મહિનાની 22 તારીખથી ભારતમાં ઈંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે પરિવહન ખર્ચ વધી ગયો છે. શાકભાજી વિક્રેતાઓ કહે છે કે, પરિવહન ખર્ચમાં વધારો અને ખરીદ કિંમતમાં વધારો થવાને કારણે તેઓ ઊંચા ભાવે શાકભાજી વેચવા માટે બંધાયેલા છે. જેના કારણે દેશના વિવિધ ભાગોમાં ફળો અને શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે, જેના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. એક શાકભાજી ખરીદનાર શખ્સે જણાવ્યું હતું કે, "લીંબુની કિંમત રૂ. 200 થી રૂ. 400 પ્રતિ કિલોની રેન્જમાં છે અને ઉનાળાની સીઝન હમણાં જ શરૂ થઈ છે. ઇંધણના વધતા ભાવને કારણે, ખબર નથી કે તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ક્યાં જશે. આનાથી અમારા બજેટ પર ભાર પડે છે. તેની અસર પડે છે." છેલ્લા બે સપ્તાહમાં લગભગ રૂ. 10નો વધારો થયા બાદ રવિવારે ભારતમાં ઈંધણના ભાવ સતત ચોથા દિવસે સ્થિર રહ્યા હતા. રુશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઈંધણના ભાવ આસમાને છે. ઈંધણના ભાવમાં થયેલા વધારાને કારણે શાકભાજી માર્કેટોમાં ઉંચા ભાવે શાકભાજી મળી રહ્યા છે. તેમજ ચક્રવાતને કારણે ગુજરાતમાં પાકને નુકસાન થયું છે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થતાં શાકભાજીના ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા છે.
એક તર્ક મુજબ લીંબુના ભાવમાં વધારો મુખ્યત્વે ચાલુ ઉનાળાની સીઝનમાં ઓછા પુરવઠા અને ઊંચી માંગને કારણે છે. ગુજરાતમાં પાક નિષ્ફળ જવાને કારણે શાકભાજી, ખાસ કરીને લીંબુના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં ચક્રવાત અને દેશમાં અન્યત્ર કુદરતી આફતોએ પુરવઠા શૃંખલાને અસર કરી છે, જેના કારણે અછત સર્જાઈ છે. જો કે, ઉનાળામાં લીંબુની માંગ વધે છે જે પહેલાથી જ મુશ્કેલીમાં રહેલા પુરવઠા-માગના ગ્રાફને અસંતુલિત કરી રહ્યો છે. એક વિક્રેતાએ કહ્યું કે, "કુદરતી આફતને કારણે ગુજરાતમાં લીંબુના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે વિવિધ રાજ્યોમાંથી આવતા અન્ય શાકભાજી પરિવહન ખર્ચના કારણે મોંઘા થઈ ગયા છે." આમ કહી શકાય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સાથે કુદરતી આફત પણ આ ભાવ વધારા માટે જવાબદાર છે.