Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરાજાહેર યુવતીની છેડતી કરતા આરોપીઓ અને ટ્રાફિકમેનનો વીડિયો વાયરલ

સરાજાહેર યુવતીની છેડતી કરતો વીડિયો થયો વાયરલ ટ્રાફિકકર્મી નરાધમોને રોકવા માટે આગળ આવ્યો હતો બે આરોપીઓ સામે કલમ 296 હેઠળ કેસ નોંધવામાં આવ્યો UP Viral Video: તાજેતરમાં કોલકત્તામાં થેયલી ઘટનાએ સમગ્ર દેશના લોકોને હચમચાવી નાખ્યા છે. જોકે આ પ્રકારની...
સરાજાહેર યુવતીની છેડતી કરતા આરોપીઓ અને ટ્રાફિકમેનનો વીડિયો વાયરલ
  • સરાજાહેર યુવતીની છેડતી કરતો વીડિયો થયો વાયરલ

  • ટ્રાફિકકર્મી નરાધમોને રોકવા માટે આગળ આવ્યો હતો

  • બે આરોપીઓ સામે કલમ 296 હેઠળ કેસ નોંધવામાં આવ્યો

UP Viral Video: તાજેતરમાં કોલકત્તામાં થેયલી ઘટનાએ સમગ્ર દેશના લોકોને હચમચાવી નાખ્યા છે. જોકે આ પ્રકારની ઘટના ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. ત્યારે તમામ ઘટનાઓમાં હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓ દુષ્કર્મનો શિકાર બની છે. ત્યારે ઉત્તર પ્રદેશમાંથી ફરી એકવાર પોલીસ અને પ્રશાસન પર સવાલ ઉભા કરતી એક ઘટના કેમેરામાં કેદ થઈ છે.

Advertisement

સરાજાહેર યુવતીની છેડતી કરતો વીડિયો થયો વાયરલ

ઉત્તર પ્રદેશમાંથી એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ વીડિયોમાં બદમાશો સરાજાહેર એક સ્કૂટી લઈને જતી એક યુવતીની છેડતી કરી હતી. આરોપીઓએ આશરે 3 કિમી સુધી યુવતીનો પીછો કર્યો હતો. રસ્તામાં તેની સાથે અભદ્ર વાતો કરી હતી. અને તેને સ્કૂટી ઉપરથી પાડીને અપહરણ કરવાની કોશિશ કરી હતી. તે ઉપરાંત તેને ધાક-ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે સંપૂર્ણ ઘટનાનો વીડિયો રસ્તા પર જઈ રહેલા વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યો હતો.

આ પણ વાંચો: ભારતીય અગ્નિવીર બન્યો તસ્કર, ભોપાલમાં મચાવી લૂંટ, જુઓ વીડિયો

Advertisement

ટ્રાફિકકર્મી નરાધમોને રોકવા માટે આગળ આવ્યો હતો

ત્યારે યુવતીએ નરાધમોથી બચવા માટે ઉત્તર પ્રદેશમાં આવેલા વિક્ટોરિયા ગાર્ડનના યમુના કિનારાની તરફ ભાગી હતી. ત્યારે ઘટનાસ્થળ પર હાજર એક ટ્રાફિકકર્મી નરાધમોને રોકવા માટે આગળ આવ્યો હતો. આ ટ્રાફિકમેનનું નામ રાજીવ છે. પરંતુ આરોપીઓએ તેની સાથે પણ ઘમાસાણ કર્યું હતું. ત્યારે ટ્રોફિકમેને અન્ય પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ તુરંત ઘટનાસ્થળ પર આવીને યુવતીને બચાવી હતી. પરંતુ તે સમયગાળા દરમિયાન આરોપીઓ ફરાર થઈ ગયા હતાં.

Advertisement

બે આરોપીઓ સામે કલમ 296 હેઠળ કેસ નોંધવામાં આવ્યો

ત્યારે પોલીસે એક ટૂકડી તૈયાર કરી હતી. આ ટૂકટીએ ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યા હતાં. આરોપીઓને ઓળખ યૂસુફ અને ફિરોઝ તરીકે થઈ છે. તો તેમની સાથે હાજર અન્ય ઓરોપીઓને પકડવા માટેની તપાસ કાર્યરત છે. આ ઘટના અંગે એન્ટિ રોમિયો સ્ક્વોડના પ્રભારી પ્રાચી ચૌધરીએ જણાવ્યું કે, બે આરોપીઓ સામે કલમ 296 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘટનામાં વપરાયેલ UP 80 fd 5852 નંબરનું બાઇક પણ જપ્ત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઉધમપુરમાં CRPF ના કાફલા પર આતંકી હુમલો, એક જવાન શહીદ

Tags :
Advertisement

.