Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુહાપુરામાં થયેલા હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ, બે આરોપી હજુ ફરાર

અમદાવાદના જુહાપુરામાં થયેલા હત્યાના કેસમાં વેજલપુર પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. સલીમસઈદ પઠાણની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપીઓ હત્યા કરવા માટે મુખ્ય આરોપીની મદદગારી કરી છે. સમગ્ર ઘટનાની વિગત અનુસાર શહેરના જુહાપુરામાં રહેતો વસીમુદ્દીન શેખ શનિવારે મોડી રાત્રે તેના ભાઈના ઘરે હાજર હતો. આ દરમિયાન મહેમાન આવતા જ તે ઘરેથી નીકળી ગયો અને થોડી વારમાં પરત આવશે તેમ કà
જુહાપુરામાં થયેલા હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ  બે આરોપી હજુ ફરાર
અમદાવાદના જુહાપુરામાં થયેલા હત્યાના કેસમાં વેજલપુર પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. સલીમસઈદ પઠાણની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપીઓ હત્યા કરવા માટે મુખ્ય આરોપીની મદદગારી કરી છે. સમગ્ર ઘટનાની વિગત અનુસાર શહેરના જુહાપુરામાં રહેતો વસીમુદ્દીન શેખ શનિવારે મોડી રાત્રે તેના ભાઈના ઘરે હાજર હતો. આ દરમિયાન મહેમાન આવતા જ તે ઘરેથી નીકળી ગયો અને થોડી વારમાં પરત આવશે તેમ કહી સંકલિતનગર વિસ્તારમાં ગયો હતો. ત્યાં કોઈ જગ્યાએ તે બેઠો હતો તે દરમિયાન જ કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી અને તેના ત્રણ માણસો આવ્યા. આ ત્રણ આરોપીઓએ વસીમુદ્દીનને પકડી રાખ્યો અને આરોપી સમીર પેન્ડીએ છાતીમાં ત્રણેક ઘા મારતા વસીમુદ્દીનનું મોત થયું. જે બાદ ચારેય આરોપી ફરાર થઈ ગયા અને પોલીસ તપાસ કરતા હત્યામાં છરી વડે મારતા પહેલા મૃતકને પકડી રાખનાર બે આરોપીની ધરપકડ કરી છે.
યુવકની ચાર લોકોએ ભેગા મળી હત્યા કરી 
પૈસાની લેતીદેતીમાં યુવકની ચાર લોકોએ ભેગા મળી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, પરંતુ કુખ્યાત આરોપી સમીર ઉર્ફે પેન્ડી સહિતના બે આરોપી હજી ફરાર છે. જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી મુખ્ય આરોપી શહેફીલ ઉર્ફે જબ્બો અને કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી પઠાણને પકડવા શોધખોળ હાથ ધરી છે. બન્ને આરોપી ગુજરાત બહાર ભાગી ગયા હોવાથી પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકને આરોપી સમીર ઉર્ફે પેન્ડીના ભાઇ પાસે નાણાની ઉઘરાણી હોવાથી તે અવાર નવાર પૈસા માંગતો હતો. જેની ઉઘરાણીથી કંટાળી સમીર ઉર્ફે પેન્ડીએ હત્યા કરવાનું મનોમન નક્કી કર્યું અને તેના માણસો સાથે મળી હત્યાને અંજામ આપ્યો.

 પકડાયેલ બન્ને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી સમીર પેન્ડી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ અનેક ગુના નોંધાયા છે અને તેની સામે પોલીસે પાસા પણ કર્યા હતા. આરોપી સમીર ઉર્ફે પેન્ડી ગુજસીટોક જેવા ગંભીર દસેક ગુનાના આરોપી સુલતાન ખાનનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું છે. પકડાયેલ બન્ને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હત્યા કરવા પાછળનું પ્રાથમિક કારણ માત્ર રૂપિયાની લેતીદેતી જ સામે આવી છે. જોકે અન્ય કોઇ કારણ હતું કે કેમ તે બાબતને લઇને વધુ તપાસ શરૂ કરાઇ છે.


ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.