Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના નવા અધ્યક્ષ કોણ? ફડણવીસનું આવ્યું સ્પષ્ટિકરણ

ભાજપના અધ્યક્ષ પદ માટે ફડણવીસનું નામ ચર્ચામાં ફડણવીસએ અધ્યક્ષ બનવાની અટકળો પર આપ્યો જવાબ ભાજપના નવા અધ્યક્ષ પર મંત્રણાઓ જારી New President of BJP : લોકસભા ચૂંટણી 2024ના પરિણામોને આયે ઘણા મહિનાઓ થયા. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી (BJP)...
ભાજપના નવા અધ્યક્ષ કોણ  ફડણવીસનું આવ્યું સ્પષ્ટિકરણ
  • ભાજપના અધ્યક્ષ પદ માટે ફડણવીસનું નામ ચર્ચામાં
  • ફડણવીસએ અધ્યક્ષ બનવાની અટકળો પર આપ્યો જવાબ
  • ભાજપના નવા અધ્યક્ષ પર મંત્રણાઓ જારી

New President of BJP : લોકસભા ચૂંટણી 2024ના પરિણામોને આયે ઘણા મહિનાઓ થયા. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે તેને લઇને હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, મળતી માહિતી અનુસાર હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ઘણી અટકળો ચાલી રહી છે. ઘણી વખત આ પદને લઈને અલગ-અલગ નેતાઓના નામની ચર્ચા થવા લાગે છે. કેટલાક દિવસોથી ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામની અટકળો ચાલી રહી હતી. હવે આ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે આગળ આવીને સમગ્ર અટકળોનો જવાબ આપ્યો છે.

Advertisement

દેવેન્દ્ર ફડણવીસનો જવાબ

લોકસભાની ચૂંટણીને પતે ઘણો સમય થયો પણ ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ વિશે ચર્ચાઓ થઇ નહોતી. જોકે, હવે આ પદ માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ ચર્ચામાં આવ્યું છે. આ ચર્ચા અંગે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો જવાબ સામે આવ્યો છે. તેમણે પોતાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની ચર્ચા પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્રના નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ ચર્ચા માત્ર મીડિયા દ્વારા જ શરૂ કરવામાં આવી છે અને તે માત્ર મીડિયા સુધી જ સીમિત છે. જેનો અર્થ એ છે કે ફડણવીસે ભાજપના અધ્યક્ષ બનવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે.

Advertisement

ભાજપના નવા અધ્યક્ષનું નામ આશ્ચર્યચકિત કરી શકે

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પછી કેન્દ્રમાં જ્યારે નવી સરકારની રચના કરવામાં આવી હતી, ત્યારે ભાજપના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિત અન્ય ઘણા દિગ્ગજ નેતાઓએ મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. તેથી એવું માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ચોંકાવનારું હોઈ શકે છે.

આ પણ વાંચો:  આ સમય રાજકારણનો નથી, વાયનાડના નાગરિકોની મદદ કરવાનો છે : Rahul Gandhi

Advertisement

Tags :
Advertisement

.