Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રના બદલાપુરમાં વિરોધ પ્રદર્શન થયું ઉગ્ર, 2 બાળકીઓના યૌન શોષણ મુદ્દે લોકોમાં રોષ

મહારાષ્ટ્રના બદલાપુરમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર 2 બાળકીઓના યૌન શોષણ મુદ્દે લોકોમાં રોષ શાળામાં ટોળાએ કરી તોડફોડ અને પથ્થરમારો પથ્થમારા બાદ પોલીસનો ટોળા પર લાઠીચાર્જ બદલાપુર રેલવે સ્ટેશને ટ્રેક પર લોકોએ કર્યો જામ શાળાના બાથરૂમમાં બાળકીઓનું યૌન શોષણ આરોપીની ધરપકડ,...
મહારાષ્ટ્રના બદલાપુરમાં વિરોધ પ્રદર્શન થયું ઉગ્ર  2 બાળકીઓના યૌન શોષણ મુદ્દે લોકોમાં રોષ
  • મહારાષ્ટ્રના બદલાપુરમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર
  • 2 બાળકીઓના યૌન શોષણ મુદ્દે લોકોમાં રોષ
  • શાળામાં ટોળાએ કરી તોડફોડ અને પથ્થરમારો
  • પથ્થમારા બાદ પોલીસનો ટોળા પર લાઠીચાર્જ
  • બદલાપુર રેલવે સ્ટેશને ટ્રેક પર લોકોએ કર્યો જામ
  • શાળાના બાથરૂમમાં બાળકીઓનું યૌન શોષણ
  • આરોપીની ધરપકડ, પોક્સો હેઠળ કેસ દાખલ

Badlapur : થાણેના બદલાપુર સ્થિત આદર્શ વિદ્યાલય (Adarsh ​​Vidyalaya) માં થયેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. શાળાના શિશુ વિભાગમાં અભ્યાસ કરતી 4 વર્ષની બે નિર્દોષ બાળકીઓ સાથે 23 વર્ષીય સફાઈ કામદાર અક્ષય શિંદે (Akshay Shinde) એ જાતીય શોષણ (Sexually Abusing) કર્યું હતું જે બદલ ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને કોર્ટ (Court) માં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને હવે પોલીસ કસ્ટડી (Police Custody) માં મોકલી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement

પોલીસ કાર્યવાહી અને વિરોધ પ્રદર્શન

પોલીસે આરોપી અક્ષય શિંદેને POCSO અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જોકે, આ ઘટના બાદ વાલીઓ અને સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મંગળવારે મોટી સંખ્યામાં લોકો શાળાના ગેટ પર એકઠા થયા હતા અને શાળાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકો બદલાપુર (Badlapur) રેલ્વે ટ્રેક પર ઉતરી આવ્યા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

Advertisement

શાળા પ્રશાસન અને વાલીઓ વચ્ચે તણાવ

આ ઘટના બાદ શાળા પ્રશાસનની બેદરકારી સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. શાળા પ્રશાસને આ મામલે કોઈ નક્કર પગલાં ન લેતાં વાલીઓની નારાજગી વધી છે. વાલીઓનું કહેવું છે કે શાળામાં બાળકોની સુરક્ષા માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા નથી. આ ઘટનાએ સમાજમાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. શાળાઓમાં બાળકોની સુરક્ષા માટે કડક કાયદા અને વ્યવસ્થા બનાવવાની જરૂર છે. આવી ઘટનાઓને રોકવા માટે સમાજના દરેક વર્ગે સંયુક્ત પ્રયાસ કરવા જરૂરી છે.

આરોપીઓને સખત સજા કરવામાં આવશે : CM શિંદે

સમગ્ર ઘટના પર હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રતિક્રિયા સામે આવી છે. એક ન્યૂઝ ચેનલ પર પ્રતિક્રિયા આપતા એકનાથ શિંદેએ માહિતી આપી હતી કે આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આ મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી માટે લેવામાં આવશે જેથી આરોપીઓને ઝડપથી સજા થઈ શકે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે, મેં પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેના પર હત્યાનો પ્રયાસ, દુષ્કર્મનો પ્રયાસ, પોક્સો જેવી કડક કલમો લગાવવાનો આદેશ આપ્યો છે. મેં નિર્દેશ આપ્યો છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને સખત સજા કરવામાં આવે. જેથી ફરી કોઈ આવું કરવાની હિંમત ન કરે. તેમજ સંસ્થાના ચાલકો સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. એમ્પ્લોયરોએ કર્મચારીને નોકરીએ રાખતા પહેલા તેની પૃષ્ઠભૂમિ તપાસવાની જરૂર છે. આ માટેના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ કેસમાં જે પણ દોષિત છે તેમની સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

Advertisement

શું છે સમગ્ર મામલો?

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટના 12 અને 13 ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે બાળકીઓ શૌચાલયનો ઉપયોગ કરવા ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી અક્ષય શિંદેને 1 ઓગસ્ટના રોજ કોન્ટ્રાક્ટના આધારે સ્કૂલમાં ક્લીનર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો. આનો ફાયદો ઉઠાવીને તે માસૂમ છોકરીઓનું યૌન શોષણ કરતો હતો. ગત શુક્રવારે યુવતીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આ મામલે FIR નોંધી હતી. યુવતીએ ઘરે આવીને તેના માતા-પિતાને જાણ કરતાં આ બાબત પ્રકાશમાં આવી હતી. પીડિત વાલીઓએ અન્ય વાલીઓનો સંપર્ક કર્યો જ્યાં જાણવા મળ્યું કે બાળકો શાળાએ જતા ડરે છે.

પોલીસે 12 કલાક બાદ કેસ નોંધ્યો હતો

આ પછી આ સમગ્ર મામલે માતા-પિતા બાળકોને ડોક્ટર પાસે લઈ ગયા જ્યાં મેડિકલ તપાસ દરમિયાન બાળકો પર યૌન શોષણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે માતા-પિતા તેમની ફરિયાદ નોંધાવવા બદલાપુર (Badlapur) પૂર્વ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સામે આરોપ એ છે કે પ્રારંભિક તબક્કામાં, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શુભદા શિતોલેએ કથિત રીતે POCSO કેસ હોવા છતાં પ્રક્રિયામાં વિલંબ કર્યો હતો અને ગયા શુક્રવારે મોડી રાત્રે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ લગભગ 12 કલાક મોડો નોંધવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસ અધિકારીની બદલી કરવામાં આવી છે.

શાળા પ્રશાસને પણ બેદરકારી દાખવી હતી

વરિષ્ઠ પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ મામલે સ્કૂલ મેનેજમેન્ટની ઘણી બેદરકારી સામે આવી છે. શાળામાં ઘણા CCTV કેમેરા છે જે કામ કરતા નથી. હાલ મેનેજમેન્ટ દ્વારા આચાર્ય, શિક્ષક, શાળા આયા અને કોન્ટ્રાક્ટ એજન્સીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના માટે શાળાએ માફી માંગી છે.

આ પણ વાંચો:  Ajmer 1992 Sex Scandal : દુષ્કર્મ અને બ્લેકમેલ કેસમાં 6 દોષિત, સજાની થશે ઘોષણા

Tags :
Advertisement

.