Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttar Pradesh : શિક્ષક ભરતી મામલે SC નો મહત્વપૂર્ણ ચુકાદો

Uttar Pradesh માં 69000 શિક્ષક ભરતી ઉમેદવારોને રાહત SC એ હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે 69000ની નવી મેરિટ લિસ્ટ બનાવવાનો હતો આદેશ આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં 69...
uttar pradesh   શિક્ષક ભરતી મામલે sc નો મહત્વપૂર્ણ ચુકાદો
  • Uttar Pradesh માં 69000 શિક્ષક ભરતી ઉમેદવારોને રાહત
  • SC એ હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે
  • 69000ની નવી મેરિટ લિસ્ટ બનાવવાનો હતો આદેશ
  • આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં 69 હજાર સહાયક શિક્ષકો (69 thousand assistant teachers) ની ભરતીના મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) ના આદેશ પર સ્ટે લગાવી દીધો હતો. કોર્ટે રાજ્ય સરકાર અને બંને પક્ષોને લેખિત દલીલો રજૂ કરવા જણાવ્યું હતું. CJI ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે, હાઈકોર્ટનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રહેશે અને આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. સાથે જ CJI એ તમામ સંબંધિત પક્ષોને લેખિત દલીલો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Advertisement

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સરકાર અને બંને સંબંધિત પક્ષોને લેખિત દલીલો રજૂ કરવાનો નિર્દેશ આપતા CJIએ કહ્યું કે, કોર્ટ આ મામલે અંતિમ સુનાવણી કરશે. તે કેસના કાયદાકીય પાસાઓની તપાસ કરશે અને આદેશ આપશે. હાઈકોર્ટના નિર્ણયનો અભ્યાસ કરવા માટે કોર્ટને સમયની જરૂર છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટનો નિર્ણય ત્યાં સુધી સ્થગિત રહેશે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને વધુમાં વધુ 7 પેજમાં તેમની લેખિત દલીલો રજૂ કરવા જણાવ્યું હતું. કોર્ટે આ માટે બે નોડલ એડવોકેટની પણ નિમણૂક કરી હતી. સાથે જ ઉત્તર પ્રદેશ સરકાર (Uttar Pradesh Government) ને પણ આ મામલે જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

હાઈકોર્ટે શું આદેશ આપ્યો?

ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જૂન 2020 અને જાન્યુઆરી 2022ની પસંદગીની યાદીને રદ કરતા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપ્યો હતો કે તે 2019 માં થયેલી મદદનીશ શિક્ષકની ભરતીના આધારે 69 હજાર શિક્ષકો માટે નવી પસંદગી યાદી 3 મહિનામાં તૈયાર કરે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે જો કોઈ અનામત કેટેગરીના ઉમેદવાર સામાન્ય કેટેગરીની સમાન મેરિટ મેળવે છે, તો તેની પસંદગી માત્ર સામાન્ય કેટેગરીમાં ધ્યાનમાં લેવી જોઈએ. કોર્ટના આ આદેશને કારણે ઉત્તર પ્રદેશમાં કામ કરતા શિક્ષકોની મોટી સંખ્યામાં નોકરીઓ છીનવાઈ જવાનો ભય હતો.

આ પણ વાંચો:  Haryana Assembly Election : કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે AAP એ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

Advertisement

Tags :
Advertisement

.