ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

UP : 4 બાળકોની માતાને થયો 33 વર્ષ નાના યુવક સાથે પ્રેમ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. અહીં 51 વર્ષીય મહિલા કે જેના 4 બાળકો છે અને જેનો પતિ ઘરેથી બહાર કામ કરવા બહાર જતો હતો, તેણે તેના કરતાં 33 વર્ષ નાના 18 વર્ષીય યુવક સાથે પ્રેમ કર્યો હતો.
01:48 PM Dec 23, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
51-year-old woman falls in love with 18-year-old man

UP : ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. અહીં 51 વર્ષીય મહિલા કે જેના 4 બાળકો છે અને જેનો પતિ ઘરેથી બહાર કામ કરવા બહાર જતો હતો, તેણે તેના કરતાં 33 વર્ષ નાના 18 વર્ષીય યુવક સાથે પ્રેમ કર્યો હતો. આ યુવક તેમનાથી 5 કિલોમીટર દૂર રહેતો હતો. તેમની મિત્રતા થોડા સમયમાં જ પ્રેમમાં બદલાઈ ગઇ હતી. જોકે આ સંબંધ મહિલાના પરિવાર માટે ચિંતાનું કારણ બન્યું હતું, અને જે સ્વાભાવિક છે. તે પ્રેમીને મળવા માટે ખેતરોમાં કોઇને ખબર ન પડે તે રીતે જતી હતી.

51 વર્ષની મહિલાને થયો સગીર સાથે પ્રેમ

કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. માણસને કોઇ પણ ઉંમરમાં પ્રેમ થઇ શકે છે. જેનું તાજું ઉદાહરણ ઉત્તર પ્રદેશના કાનપુરથી સામે આવ્યું છે. અહીં એક આધેડ વય (51વર્ષ) ની મહિલાને સગીર છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. અહીં નવાઈની વાત તો એ છે કે, આ છોકરો તેની ઉંમરથી ત્રણ ગણી મોટી ઉંમરની સ્ત્રી સાથે પ્રેમમા પડી ગયો. આ મામલો કાનપુરના સાધ પોલીસ સ્ટેશન વિસ્તારના કુંદની વિસ્તારનો છે. અહીં જે મહિલાની વાત કરવામાં આવી રહી છે તેના 4 બાળકો છે જેમાંથી મોટી પુત્રીના લગ્ન થઇ ગયા છે. જ્યારે મહિલાના બાળકોને આ વાતની જાણ થઈ તો તેઓએ વિરોધ શરૂ કર્યો હતો. તેમ છતાં, તેમની મુલાકાત ચાલુ રહી. જણાવી દઇએ કે, મહિલા અને તેનો સગીર પ્રેમી ખેતરમાં ગુપ્ત રીતે મળવા લાગ્યા.

આધેડ મહિલા તેના સગીર પ્રેમી સાથે ભાગી ગઈ

આ પ્રેમ પ્રકરણમાં વળાંક તો ત્યારે આવ્યો જ્યારે એક દિવસ તક મળતાં આધેડ મહિલા તેના સગીર પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યારે તેની પરિણીત પુત્રીને આ વિશે ખબર પડી ત્યારે તે તેની માતાને શોધવા નીકળી પડી. પુત્રીએ પોલીસની પણ મદદ લીધી હતી. જોકે, પોલીસે શોધ શરૂ કરી અને જલ્દી જ બંનેને શોધી કાઢ્યા. આ પછી પણ બંને સાથે રહેવા પર અડગ રહ્યા હતા. જો કે બાદમાં બંનેને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર મામલો સાધ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

આ પણ વાંચો: મજા બની ગઇ સજા! કિસ કરનારી યુવતી મરતા મરતા બચી, ચોંકાવનારો કિસ્સો

Tags :
18 year old boy18 years old man51 year old mother51 year women51-year-old elopes with teenagereloping with minorGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahKanpurKanpur love storyKanpur newslover-girlfriendmother runs away with loverprem-prasangpremi-premikapyar-mohabbatUPUP PoliceUttar Pradesh