ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UP CM Yogi: પહેલા તાજીયામાં લોકોના ઘરના તોડવામાં આવતા, લોકોને અત્યારનો સામનો કરવો પડતો

UP CM Yogi: લોકસભા ચૂંટણી 2024 પછી પહેલીવાર Uttar Pradesh માં BJP વર્કિંગ કમિટીની બેઠક રવિવારે લખનૌમાં મળી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી Yogi Adityanath એ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે Uttar Pradesh માં લોકસભા ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે. તેના...
05:20 PM Jul 14, 2024 IST | Aviraj Bagda
UP BJP holds state working committee meeting to review party's poll performance

UP CM Yogi: લોકસભા ચૂંટણી 2024 પછી પહેલીવાર Uttar Pradesh માં BJP વર્કિંગ કમિટીની બેઠક રવિવારે લખનૌમાં મળી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી Yogi Adityanath એ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે Uttar Pradesh માં લોકસભા ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે. તેના કારણે કાર્યકરોને બેકફૂટ પર આવવાની જરૂર નથી.

CM Yogi એ વધુમાં કહ્યું કે તમારા બધાના સહયોગથી અમે Uttar Pradesh ને માફિયાઓથી મુક્ત કરાવ્યું છે. Uttar Pradesh માં આજે સુરક્ષાનો માહોલ છે. અગાઉ મોહરમ દરમિયાન તાજિયાના નામે મકાનો તોડી પાડવામાં આવતા હતાં. વાયર હટાવવામાં આવતા હતા. પરંતુ હવે મનમાની નથી. અમે ક્યારેય જાતિ અને ધર્મના નામે ભેદભાવ કર્યો નથી. 56 લાખ ગરીબોને કોઈપણ જાતના ભેદભાવ વિના મકાનો આપવામાં આવ્યા છે.

ચૂંટણીમાં સમાજને જાતિના નામે વહેંચવામાં આવ્યો

CM Yogi એ વધુમાં કહ્યું કે, અમે કોઈની સાથે ભેદભાવ કર્યો નથી. આજે પણ 80 કરોડ લોકોને મફતમાં રાશન મળી રહ્યું છે, પીએમ મોદીનો એક જ મંત્ર સેવા છે. અમારે બેક ફૂટ પર આવવાની જરૂર નથી. કારણ કે અમે અમારું કામ કર્યું છે. સમાજવાદીઓએ ધર્મના નામે પછાત લોકો અને દલિતોનું આરક્ષણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણીમાં સમાજને જાતિના નામે વહેંચવામાં આવ્યો. વિદેશી શક્તિઓ દ્વારા સોશિયલ મીડિયા પર પ્રચાર કરવામાં આવ્યો હતો.

રામ, કૃષ્ણ અને શિવના નામને કલંકિત કરવાનો પ્રયાસ

અંતે CM Yogi એ કહ્યું કે, મોટા પાયે ષડયંત્ર દ્વારા સંવાદિતાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સપાના લોકોએ રામ, કૃષ્ણ અને શિવના નામને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. પેટાચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરવી પડશે. અમારો સંકલ્પ એવો હોવો જોઈએ કે 2027 માં પણ ભાજપની સરકાર બને. આપણે આ વિકાસને આગળ લઈ જવો જોઈએ.

આ પણ વાંચો: Safety of student: કોટામાં Anti Hanging Device બાદ વિદ્યાર્થીઓની સુરક્ષામાં માટે વધુ એક નવતર પહેલ

Tags :
BJPCM YogiGujarat FirstreligionSPUPUP CM YogiUttar PradeshUttar Pradesh BJPyogiYogi Adityanath
Next Article