Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સસ્પેન્ડ સાંસદો પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના શાબ્દિક પ્રહાર, કહ્યું- કેટલાક સાસંદોએ ખુદ..!

શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં હોબાળો કરવા અને અવમાનના કરવા બદલ બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાંથી કુલ 140થી વધુ સાસંદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે I.N.D.I.A. ગઠબંધન દ્વારા જંતર મંજર પર આનો વિરોધ કરવા પ્રદર્શન કરવામાં આવ્યું. દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ...
સસ્પેન્ડ સાંસદો પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના શાબ્દિક પ્રહાર  કહ્યું  કેટલાક સાસંદોએ ખુદ

શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં હોબાળો કરવા અને અવમાનના કરવા બદલ બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાંથી કુલ 140થી વધુ સાસંદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે I.N.D.I.A. ગઠબંધન દ્વારા જંતર મંજર પર આનો વિરોધ કરવા પ્રદર્શન કરવામાં આવ્યું. દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ( Prahlad Joshi) સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી નેતાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા.

Advertisement

'અમે કોંગ્રેસની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા'

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, લોકસભામાંથી (LokSabha) સાંસદોને સસ્પેન્ડ કરવાના પક્ષમાં સરકાર નહોતી, અમે તેમને વિનંતી કરી, જ્યારે અમુક વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો તેમના કેટલાક સાથી સાસંદોએ પણ સસ્પેન્ડની માગ કરી હતી. કોંગ્રેસ પાર્ટી આ સ્તર સુધી જશે તે આશ્ચર્ચજનક છે. તેમણે કહ્યું કે, અમે કોંગ્રેસની નીતિઓ પર સવાલ ઊભા કર્યા. કોંગ્રેસે ઓબીસી વડાપ્રધાન, ઓબીસી પીએમ અને એક દલિત રાષ્ટ્રપતિને સ્વીકાર કર્યા નથી અને હવે તેઓ ઉપરાષ્ટ્રપતિને સ્વીકાર નથી કરી શકતા. આની નિંદા કરવી જોઈએ.

Advertisement

અર્જુન રામ મેઘવાલે પણ વિપક્ષ પર કર્યા પ્રહાર

Advertisement

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તેઓ બંધારણીય હોદ્દા પર નિયુક્ત અધિકારીની નકલ કરી રહેલા લોકસભાના સભ્યના કૃત્યનો વીડિયો બનાવી રહ્યા છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે (Arjun Ram Meghwal) પણ વિપક્ષ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં હાર પછી વિપક્ષી પાર્ટી જાણી જોઈને આ પ્રકારનું વલણ અપનાવી રહી છે. વિપક્ષી સભ્યો સ્પીકરની વાત કેમ માનતા નથી? કોંગ્રેસને લાગે છે કે શાસન કરવાનો માત્ર તેમનો જ અધિકાર છે.

આ પણ વાંચો - AAP: રાજ્યસભામાં કોણ લેશે સાંસદ સંજય સિંહનું સ્થાન? જાણો આ 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ અને સમય

Tags :
Advertisement

.